રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં ભાજપની સત્તાનો દબદબો યથાવત

રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં ભાજપની સત્તાનો દબદબો યથાવત
રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં ભાજપની સત્તાનો દબદબો યથાવત

કોંગ્રેસ પ્રેરીત વેપારી પેનલમાં અતુલ કામાણીનો વિજય: યાર્ડમાં પરાજયનો સ્વીકાર કરતો ભારતીય કિસાન સંઘ
યાર્ડમાં અગાઉ કરતા વધુ સારૂ શાસન આપશું: જયેશ રાદડીયા

રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 14 બેઠક પર ગઇકાલે મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વેપારી વિભાગમાં કોંગ્રેસ પ્રેરીત ઉમેદવાર અતુલ કામાણીનો વિજય થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

અન્ય તમામ બેઠકોમાં ભાજપ પ્રેરીત પેનલનાં ઉમેદવારોની જીત ચોક્કસ મનાઇ રહી છે. ભારતીય કિસાન સંઘનાં પ્રમુખ દિલિપ સખીયાએ હાર સ્વીકારી લીધી છે.

રાજયના પૂર્વ મંત્રી અને જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ માર્કેટ યાર્ડમાં વધુ સારૂ શાસન આપશું. નવા ચેરમેન અને વાયસ ચેરમેન પાસે ખેડૂતો, મજૂરો અને વેપારીઓના પ્રશ્ર્નોનું નિરાકરણ કરીશું.

આજે સવારે 9 વાગ્યાથી માર્કેટ યાર્ડ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. અતુલા કામાણી (વેપારી વિકાસ પેનલ), રજનીશ રવેસીયા, દિલીપભાઇ પનારા

Read About Weather here

અને સંદિપ લાખાણી (વેપારી હિત રક્ષક પેનલ)નો વિજય થયો છે. સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here