રાજકોટ બેડીયાર્ડનાં ચેરમેન જયેશ બોઘરા, વા.ચેરમેન વસંત ગઢીયા

રાજકોટ બેડીયાર્ડનાં ચેરમેન જયેશ બોઘરા, વા.ચેરમેન વસંત ગઢીયા
રાજકોટ બેડીયાર્ડનાં ચેરમેન જયેશ બોઘરા, વા.ચેરમેન વસંત ગઢીયા

સેન્સ લેવાયા બાદ ચર્ચાતા નામોને બદલે પ્રદેશ ભાજપમાંથી આવેલા બંધ કવરમાંથી નવો ધડાકો થયો: ચેરમેન પદ માટે ફાઈનલ મનાતા પરષોતમ સાવલીયા અને વા.ચેરમેન તરીકે નિશ્ર્ચિત ગણાતા વિજય કોરાટનાં પતા કપાઈ ગયા
અચાનક ફેરફાર થતા સાવલીયા સખ્ત નારાજ હોવાની ચર્ચા, દોડાદોડ કરીને જયેશ રાદડીયા સહિતનાં નેતાઓએ સાવલીયાનાં મનામણા કર્યા: પ્રદેશ પ્રમુખ પાટીલનાં ખાસ મનાતા ભરત બોઘરાની નજીકનાં જયેશ બોઘરાની પસંદગી બાદ આંતરિક ધુંધવાટ વધી જવાની શક્યતા

અંતે લાંબા સમયની ઇંતેજારી, અનુમાનો અને અટકળોનાં દૌર વચ્ચે આજે સૌરાષ્ટ્રનાં સૌથી મોટા રાજકોટનાં બેડી માર્કેટયાર્ડનાં નવા સૂત્રધારોની વરણી જાહેર કરવામાં આવી હતી

Visit Saurashtra Kranti Homepage here

અને ધારણા મુજબનાં નામો કરતા અણધાર્યા અન્ય નામોની પસંદગી કરવામાં આવતા એક તબક્કે ભાજપમાં એક જૂથનાં બળવાની ભીતિ ઉભી થઇ હતી. પ્રદેશ ભાજપમાંથી આવેલા બંધ કવરમાંથી નિકળેલા આદેશ મુજબ બેડી માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન તરીકે જયેશ બોઘરા

અને વા.ચેરમેન તરીકે વસંત ગઢીયાની નિમણુંક કરવામાં આવી હતી.આ રીતે ભાજપની પ્રદેશ નેતાગીરીએ ફરી આંચકો આપ્યો હતો. અત્યાર સુધી ચેરમેન પદ માટે જેમનું નામ સૌથી આગળ હતું

અને ચર્ચામાં હતું એવા પરષોતમ સાવલીયા અને વા.ચેરમેન તરીકે નક્કી મનાતા વસંત ગઢીયાનાં નામનો છેદ ઉડી ગયો હતો. આજે સવારે 11 વાગ્યે પ્રદેશ ભાજપમાંથી આવેલું કવર ખોલવામાં આવ્યા બાદ ચેરમેન તરીકે યુવા ચહેરા અને એડવોકેટ જયેશ બોઘરા તથા

વા.ચેરમેન વસંત ગઢીયાની નિયુક્તિ જાહેર કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં આશ્ર્ચર્ય ફરી વળ્યું હતું. સાવલીયા, વિજય કોરાટ અને ડી.કે.સખીયાનાં પુત્ર જીતુ સખીયાનાં પતા કપાઈ ગયા છે અને બેડી યાર્ડનાં આસન પર બોઘરા અને ગઢીયાને બેસાડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનાં ખાસ મનાતા પ્રદેશ ભાજપનાં ઉપાધ્યક્ષ ભરત બોઘરાની નજીકનાં જયેશ બોઘરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. પાટીલે ખૂદ બનાવેલા નિયમ મુજબ પક્ષમાં વ્હાલા દવલાની નીતિ નહીં ચાલે એવું વારંવાર કહેવાય છે

છતાં રાજકોટ યાર્ડમાં હોદ્દેદારોની પસંદગીમાં વ્હાલા દવલાની નીતિ જ અમલમાં મુકાઇ હોય એવું સ્પષ્ટ બન્યું છે. એડવોકેટ જયેશ બોઘરાનાં પત્ની રામપર ગામમાં સરપંચ છે. બેડી માર્કેટ યાર્ડની ચૂંટણી ઓક્ટોબરમાં પૂર્ણ થઇ હતી અને દોઢ મહિના બાદ આજે યાર્ડને નવા સુકાની મળ્યા છે.

અગાઉ નવા હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ દ્વારા ગોંડલ યાર્ડમાં સેન્સ લેવાની પ્રક્રિયા પણ થઇ હતી. તેમાં સાવલીયાનું નામ સુચવાયું હતું એટલે બે નામ પ્રદેશ મોવડીઓને મોકલી દેવાયા હતા.

આંતરિક સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ગઈ મોડી રાત સુધી રાજકોટથી ગાંધીનગર સુધી બેઠકનો ધમધમાટ ચાલ્યો હતો. છેલ્લે સુધી સાવલીયાનું નામ જ નક્કી હોવાનું મનાતું હતું.

પરંતુ જો સાવલીયા ચેરમેન બને તો એક જૂથ બળવો કરવાની તૈયારીમાં હોવાનું બહાર આવ્યું હતું. આથી પ્રદેશ ભાજપે સાવલીયાનું પતુ કાપી નાખ્યું હતું. આજે નામો જાહેર થતા સાવલીયા ખૂબ જ નારાજ અને ઉદાસ દેખાયા હતા.

કહેવાય છે કે યાર્ડનાં નવા નામોની પસંદગીમાં જયેશ રાદડીયા, મનસુખ ખાચરીયા, સાંસદ મોહન કુંડારીયા અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. એક તબક્કે સાવલીયા બળવો કરવાના મુજાજમાં દેખાયા હતા.

પણ છેવટે જયેશ રાદડીયાએ એમને મનાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. એક તબક્કે યાર્ડનાં પૂર્વ ચેરમેન ડી.કે.સખીયાએ એમના પુત્ર જીતુ સખીયા માટે ગાંધીનગર સુધી લોબીંગ કર્યું હતું પણ એમની તારીખ આવી ન હતી.

Read About Weather here

આ રીતે યાર્ડનાં સુકાનીઓની વરણીને પગલે સૌરાષ્ટ્રનાં સહકારી જગતનાં રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here