રાજકોટ-પોરબંદર વચ્ચે 7 એપ્રિલથી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે

રાજકોટ-પોરબંદર વચ્ચે 7 એપ્રિલથી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે
રાજકોટ-પોરબંદર વચ્ચે 7 એપ્રિલથી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે
પશ્ચિમ રેલવે એ 07 એપ્રિલ, 2023 થી 30 જૂન, 2023 સુધી રાજકોટ અને પોરબંદર વચ્ચે વિશેષ ભાડા પર (સપ્તાહમાં 6 દિવસ મંગળવાર સિવાય) સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.ટ્રેન નંબર 09595/09596 રાજકોટ-પોરબંદર સ્પેશિયલ (73 ટ્રીપ) ટ્રેન નંબર 09595 રાજકોટ – પોરબંદર સ્પેશિયલ (અઠવાડિયામાં 6 દિવસ મંગળવાર સિવાય) રાજકોટથી દરરોજ 15.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 19.15 કલાકે પોરબંદર પહોંચશે.

Read About Weather here

એ જ રીતે, ટ્રેન નંબર 09596 પોરબંદર – રાજકોટ સ્પેશિયલ (અઠવાડિયામાં 6 દિવસ મંગળવાર સિવાય) પોરબંદરથી દરરોજ 07.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11.40 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, રીબડા, ગોંડલ, વિરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, પાનેલી મોટી, બાલવા, જામ જોધપુર, વાંસજાળીયા અને રાણાવાવ સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www. enquiry. indianrail. gov. in  વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here