રાજકોટ પીડિયુ મેડિકલ કોલેજના તબીબો હાઇકોર્ટના દ્વાર ખટખટાવશે..?

રાજકોટ પીડિયુ મેડિકલ કોલેજના તબીબો હાઇકોર્ટના દ્વાર ખટખટાવશે..?
રાજકોટ પીડિયુ મેડિકલ કોલેજના તબીબો હાઇકોર્ટના દ્વાર ખટખટાવશે..?

રાજકોટ પીડિયું મેડિકલ કોલેજમાં 48 તબીબો સાથે રેસિડેન્ટ તબીબો, છાત્રો પણ હડતાળમાં જોડાયા

સાંજના પાંચ વાગ્યા સુધી સરકાર નિર્ણય નહિ લે તો ઇમરજન્સી સેવાથી અળગા રહેવાની ચીમકી ; સી.એમ ને મળવા નીતિન ભારદ્વાજને રજુઆત

દર્દીઓ રઝળી પડતા સિનિયર તબીબો સારવાર માટે દોડી ગયા ; હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવવાની ડોકટરની ચીમકી

રાજકોટપીડીયુ મેડિકલ કોલેજના ચોથા વર્ષના 48 બોન્ડેડ સ્પેશિયાલિસ્ટ તબિબીને બોન્ડ મામલે અન્યાય થતાં હડતાલ શરૂ થઇ છે. તે અંતર્ગત આ તબિબો તમામ ઓપીડી સેવાથી અલિપ્ત થઇ ગયા છે. આજે તેમના ટેકામાં પ્રથમ ત્રણ વર્ષના તબિબી છાત્રો તથા રેસિડેન્ટ ડોકટર્સ પણ જોડાયા છે.

જો આજેસાંજના પાંચ સુધીમાં પ્રશ્નનો નિવેડો નહિ આવે તો ઇમર્જન્સીફરજ, કોવિડની ફરજ અને ઓપરેશનની કામગીરીથી પણ આતબિબો અલિપ્ત થઇ જશે તેવી ચિમકી ઉચ્ચારાઇ છે.હાલ કોર્પોરેટ નીતિન ભારદ્વાજને રજુઆત કરી સી.એમ સાથે મીટીંગ યોજવા ડોકટરોએ જણાવ્યું છે.નહિતર હાઇકોર્ટમાં પિટિશન કરી ન્યાયની માંગણી કરાશે

Subscribe Saurashtra Kranti here

રાજકોટ પીડિયુ મેડિકલ કોલેજના તબીબો હાઇકોર્ટના દ્વાર ખટખટાવશે..? મેડિકલ

પીડીયુ મેડિકલ કોલેજના ૪૮ તબિબો કે જેણે છેલ્લા વર્ષનો અભ્યાસ પુરો કરી લીધો છે તેઓ બોન્ડ મામલે અન્યાય થયાની લાગણી સાથે હડતાલ પર ઉતર્યા છે. તેમણે અભ્યાસ પુરો કર્યો એ વખતે જ કોરોનાની બીજી લહેર આવી હતી. તે વખતે સરકારે જાહેર કર્યુ હતું કે આ તબિબો સરકારી હોસ્પિટલમાં જ નિમણુંક મેળવશે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો કાળ 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિના ગણાશે.

આ રીતે અગિયાર મહિનાના કરાર પર નિમણુંક થઇ હતી. પરંતુ ગત 12 એપ્રિલના આ પરિપત્ર બાદ 31 મી જુલાઇએ નવો પરિપત્ર આવી ગયો હતો. જેમાં આ તમામ તબિબોની બદલી અલગ અલગ ગામડાઓમાં કરી નાંખવામાં આવી હતી. તેમજ બોન્ડનો સમય પણ 1:1 જ ગણી નાંખ્યો હતો.

એટલુ જ નહિ પગારની બાબતમાં પણ અન્યાય કરાયો હતો. આ મામલે આ તબિબોએ ગાંધીનગર ખાતે રજૂઆત કરી હતી. પરંતુ આરોગ્ય કમિશનર સાથે નિવેડો આવ્યો નહોતો. અંતે પરમ દિવસથી રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ૪૮ તબિબોએ હડતાલ પર જવાનું નક્કી કરી પ્રારંભે ઓપીડી સેવાઓથી અલિપ્ત થઇ ગયા હતાં. આજે પણ આ તબિબો આ ફરજથી દૂર રહ્યા છે અને સાંજના પાંચ સુધી નિવેડો નહિ આવે

તો ઇમર્જન્સી સેવા, ઓપરેશન, કોવિડ સહિતની સેવાઓથી પણ દૂર થઇ જશે તેમ જણાવાયું છે. સવારે પ્રથમ ત્રણ વર્ષના છાત્રો અને રેસિડેન્ટ ડોકટર્સ પણ ઓપીડી, ઇમર્જન્સી સહિતની સેવાઓમાંથી હટી જઇ 48 તબિબોના ટેકામાં જોડાયા હતાં અને ધરણા શરૂ કર્યા હતાં.

રાજકોટ પીડિયુ મેડિકલ કોલેજના તબીબો હાઇકોર્ટના દ્વાર ખટખટાવશે..? મેડિકલ

Read About Weather here

તબિબોની માંગણી છે કે ઠરાવ ક્રમાંક એમસીજી-૧૦૨૧-૪૫૯-૪ તા. ૧૨-૪-૨૧ મુજબ બોન્ડનો સમયગાળો ૧:૨ ગણવો, બીજા તબિબી અધિકારીઓની જેમજ સાતમા પગાર પંચ મુજબ વેતન આપવું, પહેલા વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી શૈક્ષણિક કાર્ય કોવિડના કારણે વેડફાયું હોઇ શૈક્ષણિક સંસ્થામાં જ નિમણુંક આપવી તેમજ અન્ય રાજ્યોની માફક એસઆર તેમજ બોન્ડ લાગુ કરવામાં આવે.

તબીબોની હડતાળના કારણે દર્દીઓ રઝળી પડતા સિનિયર તબીબો દોડી ગયા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૪૮ તબીબો સાથે એસ.આર, બોન્ડેડ તબીબો, રેસિડેન્ટ ડોકટરો પણ જોડાય જતા ઇમરજન્સી સિવાયની તબીબી સેવાઓ ખોરંભે ચડી જતા દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા.જે અંગેની જાણ થતાં સિનિયર તબીબો, પ્રોફેસરોએ દોડી જઈને દર્દીઓની સારવાર ચાલુ કરી દીધી હતી. વહેલી સવારે જુદા જુદા વિભાગમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here