રાજકોટ : પાડોશીઓએ બેફામ માર મારતા ઘવાયેલી મહિલાનું મોત

રાજકોટ : પાડોશીઓએ બેફામ માર મારતા ઘવાયેલી મહિલાનું મોત
રાજકોટ : પાડોશીઓએ બેફામ માર મારતા ઘવાયેલી મહિલાનું મોત

દરજી મહિલાએ હોસ્પીટલના બીછાને અંતિમશ્ર્વાસ લેતા બનાવ હત્યા માં પલટાયો : આજીડેમ પોલીસ 302 ની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી

કોઠારિયા રોડપર આવેલા રણુજા મંદિર પાછળ આવેલા પટેલ પાર્ક મેંઈન રોડપર રહેતી દરજી મહિલાને પડોશમાં રહેતી મહિલા ત્રણ શખ્સો એ બેફામ માર મારતા મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ માં દાખલ કરવામાં આવ્યા બાદ આજે સવારે ઇજાગ્રસ્ત મહિલાએ હોસ્પીટલના બીછાને દમ તોડી દેતા મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો બનાવના પગલે આજી ડેમ પોલીસ મથકના પી.આઈ ચાવડા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ કોઠારિયા રોડપર આવેલા રણુજા મંદિર પાછડ પટેલ પાર્ક મેંઈન રોડપર બાલાજી પ્રોવિઝનની બાજુમાં રહેતા પ્રફુલાબેન અશ્વિનભાઈ હિંગુ (ઉ.વ.55) નામના દરજી પ્રોઢા ગઈ તા.9/7/2021 ના રોજ સાંજના સમયે પોતાના ઘરપાસે હતા ત્યારે તેમાં તમારે શું.લેવા દેવા તેમ કહેતા પાડોશી સોનલએ ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરી ગાળો બોલી બોલાચાલી કરતા

તેનો પતી પ્રતાપ રાજપૂત એ લોખંડના પાઈપ લઇ આવી પ્રફુલાબેન પર હુમલો કરી ડાબા પગમાં તથા શરીરે બેફામ માર મારી મૂઢ ઇજા કરી હતી તથા સોનલ પ્રતાપ રાજપૂત તેના પતિ પ્રતાપ રાજપૂત અને અશોક કડિયા સહીત ત્રણેય શખ્સો એ પ્રફુલાબેનને બેફામ મારમારી શરીરે ગંભીર ઇજા કરી નાશી ગયા હતા

બનાવના પગલે મહિલાને ગંભીર હાલતમાં સારવારમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા બનાવ અંગેની જાણ આજીડેમ પોલીસ મથકે કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ એમ.ડી પરમાર સહિતના સ્ટાફ હોસ્પીટલ ખાતે દોડી જઈ પ્રફુલ બેન ડીંગુની ફરિયાદ નોંધી આરોપી સોનલ પ્રતાપ તેનો પતિ પ્રતાપ રાજપૂત તથા અશોક કડિયા સહીત ત્રણ સામે ગુનો નોંધી શોધખોળ આદરી હતી

તે દરમ્યાન સારવારમાં આજે સવારે સિવિલ હોસ્પીટલમાં બીછાને પ્રફુલાબેનનું મોત થતા આજીડેમ પોલીસ મંથકના પી.આઈ બી.જે ચાવડા, પી.એસ આઈ આર વી કડછા, રાઈટર યોગેન્દ્રશિંહ સહિતના પોલીસ કાફલો હોસ્પીટલ ખાતે દોડી જઈ તપાસ હાથ ધરી મૃતક મહિલાની લાશનું ફોરેન્શિક પી.એમ કરાવ્યું હતું તબીબી અભિપ્રાયના આધારે પોલીસે હમલો કરનાર

સોનલ પ્રતાપ રાજપૂત તેઓ પતિ પ્રતાપ રાજપૂત અને અશોક કડિયા નામના ત્રણેય શખ્સો સામે હત્યાની કલમ 302 નો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.વધુમાં જાણવા મળ્યું છે

Read About Weather here

કે મૃતક પ્રફુલાબેનને સંતાનમાં બે દીકરા અને એક દીકરી હોવાનું તથા તેના પતિ અશ્વિનભાઈ સીક્યુરીટીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રફુલાબેનનું મોત નીપજતા દરજી પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here