રાજકોટ જીલ્લામાં ધમધમતા બાયોડીઝલનાં પંપો પર પોલીસની ધોસ

કાથરોટા ગામ પાસે બાયોડીઝલનાં પંપ પર દરોડા
કાથરોટા ગામ પાસે બાયોડીઝલનાં પંપ પર દરોડા

પોલીસ અને પુરવઠાનાં અધિકારીઓની 37 ટીમો દ્વારા ઓપરેશન હાથ ધરાયું: 27 સ્થળોએ નીલ રોડ: ત્રણ સામે ગુનો નોંધી રૂ. 5.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ ગુજરાતભરમાં ગેરકાયદે ધમધમતા બાયોડિઝલનાં પંપો પર તૂટી પડવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવતા ગઈકાલે જીલ્લા પોલીસ વડાની સુચનાથી પોલીસ તથા પુરવઠાનાં અધિકારીઓની અલગ-અલગ 37 ટીમો  બનાવી રાજકોટ ગ્રામ્યમાં ધમધમતા બાયોડિઝલનો પંપો પર ધોસ બોલાવવામાં આવતા તેના 28 જેટલા સ્થળોએ નીલ રેડ કરવામાં આવી હતી.

Subscribe Saurashtra Kranti here

જયારે ત્રણ સ્થળોએ મુદ્દામાલ મળી આવતા તેઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી રૂ. 5.55 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.

બાયોડીઝલનાં આ અંગેની વિગત મુજબ ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કનૈયા ટેડ્રંગ નામના બંધ ગોડાઉનમાં ગે.કા. પંપ ઉભો કરી લોખંડના મોટા સ્ટોરેઝ ટાંકો રાખી

કોઇ આધાર પુરાવા કે સતાધીસ અધીકારીનું લાયસન્સ કે કોઇ એકસપ્લોઝીવ પેટ્રોલીયમને લગતુ લાયસન્સ મેળવીયા વગર

ફાયર કે સેફટીના સાધનો રાખીયા વગર બેદરકારીથી માનવ જીંદગી માટે ભય ઉભો થાય તે રીતે પોતાના અંગત ફાયદા સારૂ બાયોડીઝલના વેચાણ કરતા બાયો ડીઝલ આશરે લીટર 1200 કીરૂ .72000 તથા બાયો ડીઝલ ભરવામા ઉપયોગમાં લીધેલ

લોખંડનો ટાંકો બંગ એક કીરૂ .25000/- તથા ઇલેક્ટ્રીક મોટર એક કિ.રૂ .1,000/- મળી કુલ 98,000/- ના મુદ્દામાલ સાથે મળી આવતા દાખલ કરવામાં આવેલ છે.

જયારે ખોડીયાર ટ્રેડર્સ નામના ઓરડીમાં ગે.કા. ફયુલ પંપ ઉભો કરી લોખંડનો તથા પ્લાસ્ટીકનો મોટો સ્ટોરેઝ ટાંકો રાખી ફયુલ સ્ટેશન ઉભુ કરી બાયોડીઝલના વેચાણ કરતા બાયોડીઝલ આશરે લીટર ૪૧૦૦ કીરૂ .2,46,000 તથા બાયો ડીઝલ ભરવામાં ઉપયોગમાં લીધેલ લોખંડનો નંગ

એક કીરૂ .25000/- તથા પ્લાસ્ટીકનો ટાંકો નંગ એક કીરૂ .5000/- તથા ઇલેકટ્રીક ફયુલ પંપ નંગ બે કિ.રૂ .1,00,000/- મળી કુલ 3,76,000/- ના મુદ્દામાલ સાથે મળી આવતા દાખલ કરવામાં આવેલ છે 

તથા અમુલ સિમેન્ટ નામના કારખાનાની ઓરડી પાસે ઓરડીમાં ગે.કા. ફ્યુલ પંપ ઉભો કરી પ્લાસ્ટીકની સ્ટોરેઝ ટાંકી બે (2) બનાવી ફ્યુલ સ્ટેશન ઉભુ કરી બાયોડીઝલનુ વેચાણ કરતા બાયોડીઝલ આશરે લી. ૨૫/- કી.રૂ .1500/- તથા ઇલેક્ટ્રીક ફ્યુલ પંપ કિ.રૂ .50,000/- તથા પ્લાસ્ટીકની પાંચ હજાર લીટરની ક્ષમતાવાળી બે ટાંકી

Read About Weather here

કી.રૂ 20,000/- તેમજ જમીનમા ફીટ કરેલ લોખંડની ટાંકી કી.રૂ. 10,000/- મળી કુલ 81,500/- ના મુદ્દામાલ મળી આવતા ગોંડલ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here