રાજકોટ જિલ્લામાં નવા 40 પેટા આરોગ્ય કેન્દ્રો મંજૂર

રાજકોટ જિલ્લામાં નવા 40 પેટા આરોગ્ય કેન્દ્રો મંજૂર
રાજકોટ જિલ્લામાં નવા 40 પેટા આરોગ્ય કેન્દ્રો મંજૂર

રાજય સરકારનો આભાર વ્યકત કરતા જી.પં. પ્રમુખ ભુપતભાઈ બોદર
ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુવિધા માટે રૂા.10.75 કરોડ મંજૂર કરાતા આનંદ

રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં રૂા.10.75 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રો મંજૂર થતાં રાજય સરકારને આભારસહ અભિનંદન પાઠવીને જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર આનંદની લાગણી વ્યકત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે વધુમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો સર્વાંગી અને સર્વસ્પર્શી વિકાસ થઈ રહ્યો છે. ત્યારે રાજયની તમામ સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં રૂ.10,75 કરોડના ખર્ચે 40 નવા પેટા આરોગ્ય કેન્દ્રો મંજુર થયા છે.

આ અંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા તથા રક્ષાબેન બોળીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, ધારાસભ્યઓ જયેશભાઇ રાદડીયા, ગીતાબા જાડેજા, કુંવરજીભાઈ બાવળીયા, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ રજૂઆત કરેલ હતી તે અંતર્ગત રાજ્ય સરકારે લોકહિતકારી અભિગમ દાખવી આ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

હાલ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો હોય. રાજ્ય સરકારના આ માનવીય અભિગમથી ગ્રામજનોને પોતાના ગામના આંગણે જ તમામ પ્રકારના રોગોની પ્રાથમિક સારવાર ઉપલબ્ધ બનશે અને ગ્રામજનો સરળતાથી આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લઇ શકશે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ગામો છાડવાવદર, ભૂખી તથા ગોંડલ તાલુકાના ગામો ખાંડાધાર, મોટા સખપર, રીબડા, માંડણકુંડલા, ધૂડિશયા, દેવળા ચરખડી, ડવંલી, કોલીથડ, શ્રીનાથગઢ

તથા જામકંડોરણા તાલુકાના ગામો જામકડોરણા-1, રોધેલ , દડવી તેમજ જેતપુર તાલુકાના ગામો ચારણ સમઢીયાળા, ડેડરવા, આરબ ટીમબડી, મોટા ગુંદાળા, વીરપુર-1, ઉમરાળી તથા કોટડાસાંગાણી તાલુકાના ગામો શીશક, બગદડીયા તેમજ લોધીકા તાલુકાના ગામો ખાંભા અને

Read About Weather here

પડધરી તાલુકાના ગામો પડધરી-1, પડધરી-2, ખીજડીયા મોટા, ડુંગરકા, તળધરી તથા રાજકોટ તાલુકાના ગામો કુવાડવા-1, કુવાડવા-2, કુચીયાદડ, જીવાપર, નવાગામ, ગુંદા, હડમતીયા (ગોલીડા) હોડથલી, ખારચીયા, સાજડીયાળી તેમજ ઉપલેટા તાલુકાના ગામો વરજાંગ જાળીયા સહિતના ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here