રાજકોટીયન્સે 11 મહિનામાં રૂ.5 કરોડથી વધુનો દંડ ભર્યો

રાજકોટીયન્સે 11 મહિનામાં રૂ.5 કરોડથી વધુનો દંડ ભર્યો
રાજકોટીયન્સે 11 મહિનામાં રૂ.5 કરોડથી વધુનો દંડ ભર્યો

ગત વર્ષે 2020માં પણ જાહેરમા થુંકવાના, માસ્ક નહિ પહેરવાના દંડનો આંકડો કરોડોમાં હતો

રંગીલા રાજકોટએ 11 મહિનામાં ટ્રાફિક નિયમ ભંગનો દંડ રૂ.5 કરોડનો ભર્યો છે. રાજટવાસીઓ દંડનો દામ સહેવાની પ્રક્રિયા અવિરત પણે ખમી રહી છે અને પોલીસનું એક સુત્ર છે કાયદે મે રહોગે તો ફાયદે મે રહગો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરમાં વાહન ચાલકો નિયમભંગ કરતાં રહે છે અથવા તો કયારેક અજાણતા-જાણતા નિયમોનો ભંગ થાય છે અને દંડનો ભરપાઇ કરે છે. ટ્રાફિકને લગતાં નિયમોમાં વાહન ચાલકો વન-વેમાં વાહન હંકારે, ટુવ્હીલરમાં ત્રણ સવારીમાં નીકળે, ડ્રાઇવીંગ લાયસન્સ વગર કે આરસી બૂક અથવા પીયુસી વગર નીકળે, રોંગ સાઇડમાં વાહન હંકારે, વાહનમાં નંબર પ્લેટ ન રાખે કે ફેન્સી નંબર રાખે એ સહિતના અનેક નિયમોનો ભંગ કરે તો ટ્રાફિક પોલીસ કે પછી ચેકીંગમાં રહેલી જે તે ડિવીઝનની પોલીસ તેને મેમો આપી દંડ વસુલ કરે છે. કાર ચાલકો સીટ બેલ્ટ ન બાંધે, કાળા કાચ રાખવા સહિતના નિયમોનું પાલન ન કરે તો તેની સામે દંડની કાર્યવાહી થાય છે.

શહેર પોલીસે અલગ અલગ નિયમોનું પાલન નહિ કરનારા શહેરીજનો પાસેથી છેલ્લા અગિયાર મહિનામાં જે દંડ વસુલ કર્યો છે તે જોતાં લાગે છે કે રાજકોટની જનતાને નિયમોનું પાલન કરવા કરતાં દંડ ભરવો વધુ યોગ્ય લાગી રહ્યો હશે, અથવા તો દંડ ભરવા પ્રજાજનો મજબૂર થઇ રહ્યા છે ? આ વર્ષના જાન્યુઆરી મહિનાથી નવેમ્બર મહિનો પુરો થયો અને ડિસેમ્બરના બે દિવસ ગણી શહેર પોલીસે કુલ 1,17,222 અલગ અલગ કેસ કરી તેના પેટે રૂ. 5,06,20,504 નો દંડ વસુલ કર્યો છે.

રાજકોટ શહેરમાં કોરોના કાળમાં પોલીસે જે દંડ વસુલ્યો છે એ કદાચ અત્યાર સુધીમાં કદી નહિ વસુલાયો હોય એટલો દંડ છે. આ આંકડો કરોડોમાં પહોંચ્યો છે. ગયા વર્ષે 2020માં પણ જાહેરમા થુંકવાના, માસ્ક નહિ પહેરવાના દંડનો આંકડો કરોડોમાં હતો. આ વર્ષે ટ્રાફિકના નિયમો અને સાથો સાથ જાહેરનામા ભંગ બદલ વસુલાતા દંડનો આંકડો પણ કરોડોમાં પહોંચી ગયો છે.

શહેરના વાહન ચાલકો કરોડોનો દંડ એક વર્ષમાં ભરપાઇ કરે છે. તેવું ખુદ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવતાં આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. આટઆટલો દંડ ભરવા છતાં વાહન ચાલકો, નગરજનો હરીફરીને નિયમોનો, જાહેરનામાનો ભંગ કરતાં જ રહે છે અને દંડ ભરતાં જ રહે છે. વાહન ચાલકોને કદાચ નિયમોનું પાલન કરવા કરતાં દંડ ભરવો વધુ યોગ્ય લાગતો હોય તેવું ચિત્ર પણ ઉપસી આવે છે. બધા જ વાહન ચાલકો નિયમ ભંગ કરતાં હોતા નથી.

Read About Weather here

અમુક મજબૂરીથી કે અજાણતા નિયમ ભંગ કરી બેસતાં હોય છે. તેને પણ દંડ મળે છે. શહેર પોલીસે જાહેર કરેલા આંકડાઓ મુજબ આ વર્ષ દરમિયાન આજ દિવસ સુધીમાં કુલ 1,17,222 કેસ કરીને રૂ. 5,06,20,504 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જેમાં ગઇકાલે ગુરૂવારે બીજી ડિસેમ્બરે એક જ દિવસમાં અલગ અલગ નિયમોના ભંગ બદલ, જાહેરનામાના ભંગ બદલ કરવામાં આવેલા કેસોની સંખ્યા 550 હતી અને તેનો રૂ. 2,95,900 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.(11.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here