રાજકોટમાં સિક્યુરીટી વધારવા પો.કમિશનરનું જાહેરનામું

રાજકોટમાં સિક્યુરીટી વધારવા પો.કમિશનરનું જાહેરનામું
રાજકોટમાં સિક્યુરીટી વધારવા પો.કમિશનરનું જાહેરનામું

શહેરમાં દુકાનો, મોલ, ધાર્મિક સ્થળોએ કેમેરા તેમજ મેટલ ડિટેકટર ફરજીયાત

જાહેર જનતાની પ્રવેશ અંગે તમામ જગ્યાએ કેમેરા ફરજીયાત: 30 દિવસ સુધીનો ડેટા સાચવવો પડશે

પ્રવેશ દ્વારા ઉપર પૂરતા પ્રમાણમાં સિક્યુરીટી ગાર્ડ મુકવા સુચના

રાજકોટ શહેરમાં આતંકવાદી બનાવ બનતો અટકાવવા, જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નરેટ વિસ્તારમાં તા. 9/8 થી તા.31/8 સુધી બેંકીંગ સંસ્‍થાઓ, એ.ટી.એમ.સેન્‍ટરો, સોના, ચાંદી અને ડાયમંડના કિમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ,

શોપીંગમોલ, મલ્ટીપ્લેકસથીયેટર, શોપીંગસેન્‍ટર, કોમર્શીયલસેન્‍ટર, હોટેલ, ગેસ્‍ટહાઉસ, લોજીંગ-બૉર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિકએકમો,  મોટા ધાર્મિકસ્‍થળોના માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્‍થળોના પ્રવેશ દ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમ બધ્ધ સીકયોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર રાખવાના રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટમાં પ્રવેશ દ્વાર ઉપર તથા બહાર નીકળવાના દ્વાર પર, રીસેપ્‍શન કાઉન્‍ટર, લોબી, બેઝમેન્‍ટ, પાર્કીંગ તથા જાહેરજનતા માટેના પ્રવેશની તમામ જગ્‍યાઓ આવરી લે તેટલી સંખ્‍યામાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. આ કેમેરા સારી ગુણવત્‍તાવાળા વધુ રેન્‍જના (માણસોના ચહેરા સ્‍પષ્‍ટ ઓળખી શકાય અને વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે.

તથા બિલ્‍ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવાના રહેશે. કોઇપણ જગ્‍યાની અંદરના ભાગનું સંપૂર્ણ કવરેજ સતત થાય, પ્રવેશતા અને બહાર નીકળતા તમામ માણસોની અવર-જવર તથા ચહેરા સ્‍પષ્‍ટ જોઇ શકાય, તમામ પાર્કીગની જગ્‍યાનું સંપૂર્ણ કવરેજ થાય, તથા રીસેપ્‍શન કાઉન્‍ટર, બેઝમેન્‍ટ, અને જાહેર પ્રજા માટેના પ્રવેશની તમામ જગ્‍યાઓનું સૂપૂર્ણ કવરેજ થાય, તે રીતે આ કેમેરા ગોઠવવાના રહેશે.

Read About Weather here

આ સી.સી.ટી.વી. ના રેકોર્ડીંગના ડેટા ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવવાના રહેશે. આ કેમેરા સતત 24 કલાક સુધી ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ, વહીવટ કર્તાઓની રહેશે.

સી.સી.ટી.વી .કેમેરાની અને સિકયોરિટી ગાર્ડની વ્‍યવસ્‍થા હાલ હયાત તમામ ઉકત એકમોએ આ જાહેરનામાની પ્રસિધ્‍ધિથી દિન-7 માં કરવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ ઉપરોકત વ્‍યવસ્‍થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here