રાજકોટમાં સવારથી અલગ-અલગ વિસ્તારોમાં ઝાપટા

રાજકોટમાં સવારથી અલગ-અલગ વિસ્તારોમાં ઝાપટા
રાજકોટમાં સવારથી અલગ-અલગ વિસ્તારોમાં ઝાપટા

ભારે વરસાદનાં ચાર દિવસ પછી પણ હજુ શહેરમાં ભરાયેલા પાણી: વાહન ચાલકો અને હટાણું કરવા નિકળતી બહેનોને ભારે હાડમારી: પાણીના નિકાલની વ્યવસ્થા બોદી પુરવાર થઇ રહી હોવાનો લોક મત

રાજકોટ શહેરમાં ધોધમાર અનરાધાર વરસાદ થયા પછી ચાર દિવસે પણ હજુ શહેરભરમાં વરસાદી માહોલની જમાવટ જોવા મળી રહી છે. તડકો પણ નિકળે છે અને સાથે-સાથે કયારેક અલગ વિસ્તારમાં વરસાદના ઝાપટા પણ પડી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

મેઘ તાંડવ બે દિવસ રહયા બાદ લગભગ અડધાથી વધુ સપ્તાહ પસાર થયા છતાં નવાઇની વાત એ છે કે, સ્માર્ટ અને આધુનિક રાજકોટ શહેરમાં હજુ પણ ઠેરઠેર પાણી ભરાયેલા છે.

મહત્વના વિસ્તારોના ચોકમાં, મુખ્ય રાજમાર્ગો પર આવી પરિસ્થિતિ છે ત્યારે અલગ-અલગ લત્તાઓની નાની-મોટી શેરીઓની હાલત તો બદથી બદતર બની રહી છે. પરીણામે શહેરીજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

શહેરમાં કોઇપણ માર્ગ નાનો કે મોટો ત્યાંથી પસાર થાવ અને શહેરનાં કોઇપણ વિસ્તારમાં જાવ તો તમને પાણી ભરેલા ખાડા અને ગંદકી તથા કાદવ, કિચડ જોવા મળશે.

ભારે વરસાદ થયા પછી તાત્કાલીક પાણીનો નિકાલ થવો જોઇએ, કાદવ-કિચડની સફાઇ થઇ જવી જોઇએ. પરંતુ કોઇપણ અકકડ કારણોસર શહેરમાં ભુર્ગભ ગટરનું જોડાણ હોવા છતાં ચોક અને માર્ગો પર તથા શેરીઓ-ગલ્લીમાં ગંદા પાણીના ખાડા ભરાયેલા રહે છે.

આ પરિસ્થિતિ વાહન ચાલકો માટે ખુબ જ અસહય બની રહે છે.સવારે અને સાંજે વાહનો પસાર કરાવતી વખતે ખાસ કરીને ટુ-વ્હીલર વાહનોને રબડી થઇ ગયેલા માર્ગો પર વાહન લપસી પડવાનો ડર રહે છે.

બીજી તરફ ફોર વ્હીલર વાહન ચાલકો પાણી ભરેલા ચોકમાંથી પસાર થાય ત્યારે વાહનો ધીમા પાડતા નથી અને આસપાસ ઉભેલા લોકોને ગંદા પાણીથી પલાળતા જાય છે.

શહેરમાં જયાં જુઓ ત્યાં હજુ ગંદકીનું સામરાજય અને પાણી ભરાયેલા ચોકના દ્રશ્યો રોગચાળાને આમંત્રણ આપી રહયા છે. ખાસ કરીને સવારે અને સાંજે બહેનો જયારે હટાણુ કરવા નિકળે છે ત્યારે એમને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે.

આ રીતે જે રીતે ભારે વરસાદમાં પ્રિ-મોન્સુન કામગીરીની નબડાઇ ઉધાડી પડે છે એ રીતે પોસ્ટ મોન્સુન કામગીરીની પણ લાલીયાવાડી ઉડીને આંખે વળગી રહી છે.

Read About Weather here

મનપા તંત્ર શહેરીજનોને રોગ ચાળાથી બચાવવા સાફ સફાઇ ઝૂંબેશ અને જંતુ નાશક દવાનો છંટકાવ કરે અને ફોંગીગ કરાવે એવું લોકો ઇચ્છી રહયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here