રાજકોટમાં યમરૂપ કોરોનાએ વધુ 24નો ભોગ લીધો

કોરોનાથી 34 લાખ લોકોના મોત...
કોરોનાથી 34 લાખ લોકોના મોત...

મુખ્યમંત્રી કાર્યાલયમાં પહોંચતો કોરોના, નાયબ માહિતી નિયામક સંક્રમીત, રૂપાણી સિકયુરીટીના ડીવાયએસપીને કોરોના, ડીવાયએસપીના ડ્રાયવરને પણ ચેપ

અમદાવાદની સ્થિતિ બગડતા તાકિદની બેઠક બોલાવતા મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, હોસ્પિટલોમાં બેડ ખુટી પડતા કિડની હોસ્પિટલમાં 400 બેડની વ્યવસ્થા

સુરતમાં વેન્ટીલેટર મોકલાયા, અમદાવાદમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ કીટ ખુટી પડી, રાજકોટમાં સુર્યકાંત હોટેલમાં 29 બેડની વ્યવસ્થા કરાશે

Subscribe Saurashtra Kranti here

સૌરાષ્ટ્ર અને રાજકોટમાં કોરોનાએ યમનું રૂપ લીધુ હોય એ રીતે નવા કેસો અને મૃત્યુ આંક રોજે રોજ બેફામ ગતીથી વધી રહયા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમ્યાન કોવિડ હોસ્પિટલમાં 24 દર્દીઓના મૃત્યુ થયા હતા. ગઇકાલના આંક કરતા પણ વધુ મૃત્યુ થયાનું નોંધાયું છે એજ રીતે ગુજરાતમાં વધુ 17 દર્દીઓના મૃત્યુ થયા હોવાનું કોવિડ ડેથ ઓડિટ કમીટીએ જણાવ્યું હતું. કોરોનાએ મુખ્ય ચાર મહાનગરોમાં આતંક મચાવવાનું ચાલુ રાખ્યું છે. હવે મહામારીએ આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ પગ પેસારો કરતા મુખ્યમંત્રી દફટરના એક નાયબ માહિતી નિયમક કોરોના સંક્રમીત થયા છે. જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુરક્ષા કાફલાના ડીવાયએસપીને કોરોના થયો છે. ડીવાયએસપીના ડ્રાઇવરનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

સુરત અને અમદાવાદમાં કોરોનાએ બેફામ ગતી જાળવી રાખી છે. સંક્રમણ અને મૃત્યુઆંક બન્નેમાં રોજે રોજ વધારો થઇ રહયો છે. અમદાવાદની સ્થિતિ વધુ ગંભીર બનતા મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન અમદાવાદ દોડી ગયા છે અને ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આરોગ્ય કમિશ્ર્નર શીવહરે પણ હાજરી આપી રહયા છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં બેડ ખુટી પડયા છે. નવી સિવિલમાં 1200 બેડમાંથી 800થી વધુ બેડ ભરાય ગયા છે. આથી મુખ્ય અગ્ર સચિવે કિડની હોસ્પિટલમાં તાકિદે 400 નવા બેડ ઉભા કરવા આદેશ આપ્યો છે.

અમદાવાદમાં રેપીડ એન્ટીજન ટેસ્ટની કીટ પણ ખુટી પડી હોવાથી આજે પરિસ્થિતિ વધુ કોટોકટી ભરી બની હતી. જેટલા ટેસ્ટીંગ ડોમ છે ત્યાં લાંબી લાંબી કતારો જામી ગઇ છે. સંક્રમણ વધી જતા મહાનગરની મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદ આઇઆઇએમમાં વધુ 9 વિદ્યાર્થી અને સ્ટાફને કોરોના લાગુ પડયો છે.

ગુજરાતમાં અનેક જિલ્લાઓના એક પછી એક ગામડા સંયભુ લોકડાઉન જાહેર કરી રહયા છે. આણંદ જિલ્લાના 12 ગામડાઓ લોકડાઉન થઇ ગયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 3280 કેસો નોંધાયા છે અને 17 દર્દીઓના મૃત્યુ થયા છે. છ દિવસથી નવા કેસો રોજ નવી વિક્રમી સપાટી પાર કરી રહયા છે. રાજયનો કુલ મૃત્યુ આંક 4598 થઇ ગયો છે. સુરતની હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ પૈકી 883 ગંભીર હાલતમાં છે. 13 દર્દીઓ વેન્ટીલેટર પર છે, 110 બાઇપેપ પર છે અને 446 ઓક્સિજન પર છે. સુરતમાં વેક્સિનનો જથ્થો ખુટી પડતા આજે રસીકરણ બંધ કરાયું છે. ગાંધીનગરથી સાંજે પુરવઠો આવી જશે એટલે આવતીકાલથી રસીકરણ ફરી શરૂ કરી દેવાશે.

Read About Weather here

રાજકોટની સ્થિતિ દિવસે દિવસે ચિંતાજનક બની રહી છે. રોજ મૃત્યુ આંકમાં ઉછાળો આવી રહયો છે. વધુ ચિંતાની બાબત એ છે કે, સુરત અમદાવાદની જેમ રાજકોટમાં પણ બાળકો કોરોના સંક્રમીત થઇ રહયા છે. રાજકોટમાં અત્યારે સિવિલમાં 8 બાળકો અને ખાનગી હોસ્પિટલમાં 4 બાળકો સારવાર હેઠળ છે. નવજાત શીશુને પણ ચેપ લાગ્યો હોવાનું જણાયું છે. આ રીતે કોરોના કેસોના પ્રમાણમાં રાજકોટ જિલ્લો ત્રીજા ક્રમે આવી ગયો છે. સુરત અને અમદાવાદ પછી ત્રીજા સ્થાને પહોંચી ગયેલા રાજકોટમાં નવી પથારીઓની જરૂર ઉભી થઇ છે. અમદાવાદમાં એવી પરિસ્થિતિ ઉભી થઇ છે. આરટીપીસીઆર ટેસ્ટ માટે પણ 48 કલાકનું વેઇટીંગ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here