રાજકોટમાં ટ્રેનના ઉતારૂઓનું ચેકિંગ કરવાની જવાબદારીની ફેંકાફેંકી શરૂ

રાજકોટ
રાજકોટ

રાજકોટ મનપા કહે છે, રેલવે જગ્યા આપતી નથી : રેલવે કહે છે, ટેસ્ટીંગ અમારે કરવાનું ન હોય

રાજકોટમાં ટ્રેન મારફત અવર-જવર કરતા ઉતારૂઓનું કોરોના ટેસ્ટીંગ એક ગુચવાડા ભર્યો મુદ્ો બની જવા પામ્યો હોય તેમ લાગે છે. જતા અને આવતા ટ્રેનના મુસાફરોનું સઘન ઉંડુ ટેસ્ટીંગ કરવાના મામલે સ્થાનિક રેલવે તંત્ર અને મનપાનું તંત્ર જવાબદારીની સામ સામે ફેંકાફેંકી કરી રહયા હોય એવું જાણવા મળે છે. પરીણામે કેટલા જીવતા બોમ્બ શહેરમાં પ્રવેશી ગયા છે અને કેટલા રાજકોટની બહાર ચાલ્યા ગયા છે તેનો કોઇ આધાર ભુત આંકડો પ્રાપ્ત થવાની શકયતા રહી નથી. તેના કારણે ખુબ જ ગંભીર પરિસ્થિતિ ઉભી થવા પામી છે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં ટ્રેનના ઉતારૂઓનું ચેકિંગ કરવાની જવાબદારીની ફેંકાફેંકી શરૂ રાજકોટ

રેલવે સ્ટેશન પર માત્ર થર્મલ ગનથી જ આવનારા ઉતારૂઓનું ચેકિંગ થાય છે એ મુદા પર રેલવેના સ્થાનિક સુત્રોએ એવો ખુલાશો કર્યો છે કે, ટેસ્ટીંગ કરવાનું કામ રેલવેનું નહીં બલકે મહાનગરપાલિકાનું છે. રેલવે તંત્ર એવું પણ કહે છે કે, અમારી પાસે રેપીડ ટેસ્ટની કીટો નથી. અપુરતા સાધનો છે એટલે મનપાની બે સ્થળે ટેસ્ટીંગ માટેની જગ્યા ફાળવવામાં આવી છે. જો કે મનપાના સુત્રો અને અમારા પ્રતિનિધિની સ્થળ તપાસ બાદ રેલવેનો બે જગ્યા ફાળવ્યાનો દાવો પોકળ પુરવાર થયો છે. માત્ર એકઝીટ સ્થળે જગ્યા ફાળવવામાં આવી છે. એન્ટ્રી સ્થળે ટેસ્ટીંગની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી.

Read About Weather here

રાજકોટમાં ટ્રેનના ઉતારૂઓનું ચેકિંગ કરવાની જવાબદારીની ફેંકાફેંકી શરૂ રાજકોટ

અલબત સ્થાનિક રેલવે તંત્ર દ્વારા ઉતારૂઓ ટ્રેનમાંથી ઉતરી આડા અવડા રસ્તે છટકી ન જાય તેની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. એન્ટ્રી અને એકઝીટ માટેનો એક જ દરવાજો આજથી ચાલુ રહેશે. એ સિવાયના તમામ ગેઇટ બંધ કરી દેવાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here