રાજકોટમાં ચારિત્ર્ય ઉપર શંકા કરી પત્નીની હત્યા કરતો પૂર્વ પતિ

રાજકોટમાં ચારિત્ર્ય ઉપર શંકા કરી પત્નીની હત્યા કરતો પૂર્વ પતિ
રાજકોટમાં ચારિત્ર્ય ઉપર શંકા કરી પત્નીની હત્યા કરતો પૂર્વ પતિ

વર્ષ પહેલા બન્નેએ પ્રેમલગ્ન કર્યા હતા, સાસરીયાના ત્રાસથી નેહાએ છુટા છેડા લીધા
હત્યા બાદ પતિએ જ પોલીસ કંટ્રોલને જાણ કરી: પુત્રીની હત્યા કરનાર પૂર્વ જમાઈ સામે સસરાની ફરીયાદને આધારે ગુનો નોંધાયો
સાસરીયાના ત્રાસથી છુટાછેડા લીધા હતા
ઘંટેશ્ર્વર 25 વરિયા ક્વાટર્સમાં રહેતી નેહાના પિતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરતા મૂળ મૂળીના ભૂપતસિંહ પરમારને ત્યાં રિક્ષા ચલાવતા રાહુલ અને નેહા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ પાંચ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા ને બાદમાં પતિ રાહુલ સાસુ અંજુબેન દિયર સુનીલ વારંવાર નેહાને ત્રાસ આપતા હોય નેહાએ 8 માસ પૂર્વજ પતિ રાહુલ સાથે છુટાછેડા લઈ પિતાના ઘરે ઘંટેશ્વર 25 વરિયા ક્વાટર્સ માં રહેવા હતી અને પારસાણા નગરમાં અગરબત્તીના ગૃહઉધોગમાં નોકરીએ લાગી હતી.

રાજકોટની ભાગોળે જામનગર રોડ પર આવેલા મનહરપુરમાં રહેતા કોળી યુવકે પ્રેમ લગ્ન કરનાર તેની પૂર્વ પત્નીની છરીના ઘા ઝીંકી અને ગળેટુપો આપી હત્યા કરી લાશને અવાવરું સ્થળે રાખી હત્યા

Visit Saurashtra Kranti Homepage here

કર્યા અંગેની પોલીસમાં સામેથી જાણ કરી પોલીસ પહોંચતા જ યુવકે અવાવરું સ્થળેથી લાશ સોંપી હતી. પત્નીના ચરિત્રથી કંટાળી તેને પતાવી દીધાની સનસનીખેજ કબૂલાત આપી હતી.

યુનિવર્સીટી પોલીસે આ મામલે મૃતકના પિતાની ફરીયાદને આધારે ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી છે. મળતી વિગતો મુજબ રાજકોટના પોલીસ પોલીસ કંટ્રોલ રૂમમાં શુક્રવાર રાતે મનહરપુરમાં રહેતા પ્રવીણ પરમાર નામના પર ફોન કરીને જણાવ્યું

કે, મારી પત્ની ચારિત્રયહીન છે તેના લફરાંથી કંટાળીને તેને મેં તેને પતાવી દીધી છે, હવે હુ ક્યાં પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં ફોન કરનાર પ્રવિણની વાત સાંભળીને એક તબક્કે તો કંટ્રોલ રૂમના સ્ટાફને લાગ્યું હતું કે, દારૂના નશામાં કોઇ શખ્સ ખોટો ફોન કરીને ગેરમાર્ગે દોરી છે.

જોકે પોલીસ કંટ્રોલ રૂમને સ્ટાફે ખરાઇ કરવા માટે સરનામું પૂછતાં પ્રવીણે ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસેનું સરનામું જણાવ્યું હતું.પોલીસ કંટ્રોલ રૂમના સ્ટાફે યુનિવર્સિટિ પોલીસને જાણ કરતા પીએસઆઇ બી.જી.ડાંગર સહિતનો સ્ટાફ આપેલા સરનામે પહોંચતાં જ પ્રવીણ પોલીસને સામે ચાલીને આવ્યો હતો

અને એસઆરપી કેમ્પ પાછળ અવાવરું સ્થળ પર લઇ જઇ પત્ની નેહા (ઉ.વ.22)ની લાશ પોલીસને બતાવી હતી.

યુનિવર્સીટી પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી નેહાના પરિવારજનોને જાણ કરી હતી.નેહાના પિતા ઘંટેશ્ર્વર 25 વરિયા ક્વાટર્સમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરતા મૂળ મૂળીના પ્રવીણસિંહ ભૂપતસિંહ પરમાર(ઉવ 65)ત્યાં દોડી આવ્યા હતા અને પુત્રીની લાશ ઓળખી બતાવી હતી.

યુનિવર્સીટી પોલીસે પ્રવીણસિંહની ફરિયાદને આઘારે નોંધી મનહરપુર ગામે રહેતા અને ડ્રાઈવીંગ કરતા શૈલેશ ઉર્ફે રાહુલ ભુપતભાઈ કોળીની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ શૈલેશ ઉર્ફે રાહુલ ડ્રાઇવિંગ કરે છે. પાંચ વર્ષ પહેલાં નેહા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેને સંતાનમાં બે વર્ષની પુત્રી છે. નેહા સાથે તેણે છુટાછેડા લીધા છે.

પાંચ પહેલાં નેહા સાથે પ્રેમલગ્ન બાદ નેહાએ વિશ્ર્વાસ તોડીને અન્ય લોકો સાથે આડાસંબંધો શરૂ કર્યા હતા નેહાને અનેક યુવક સાથે લફરાં હોય આ બાબતે અગાઉ ઘણી વખત માથાકૂટ થઇ હતી. પરંતુ તેના આડાસંબંધો નહીં અટકતાં અંતે તેને પતાવી દીધી હતી.

નેહાના મોત થી બે વર્ષની બાળકી નોધારી બની છે. ઘંટેશ્ર્વરમાં ઘરે રહેતી નેહાબાને ગઈકાલે રાતે 9 કલાકે બજરંગવાડીમાં રહેતા અને બ્યુટીપાર્લર ચલાવતા તેના કૌટુબીક માસી ક્રિષ્નાબા રાજેન્દ્રસિંહ જાડેજાનો ફોન આવ્યો હતો

તેની તબિયત સારી ન હોય નેહાને તેના ઘરે બોલાવી હતી પિતા પ્રવીણસિંહને માસીના ઘરે જવાનું કહી નીકળી હતી અને પરિવારજનોને ઘરેથી નીકળ્યા બાદ નેહા માસીના ઘરે પહોચી હોવાનો કર્યો ન હતો

જેથી પિતા પ્રવીણસિંહે પોતની પુત્રીના ફોન ઉપર ફોન કરતા તે બંધ આવતો હોય જેથી બજરંગવાડીમાં રહેતા અને બ્યુટીપાર્લર ચલાવતા ક્રિષ્નાબાને ફોન કરતા નેહા ત્યાં આવી જ નહી હોવાનું જણાવતા પરિવાજનો ચિંતિત બન્યા હતા અને શંકા જતા રાહુલના ઘરે તપાસ માટે ગયા હતા

ત્યારે રાહુલ ઘરે હાજર હતો અને ઘરે પંખા અને લાઈટ ચાલુ હતા તેમજ ઘર ખુલ્લું હતું નેહાની મોડે સુધી શોધખોળ છતાં કોઈ પતો લાગ્યો નહી અંતે રાતે યુનિવર્સીટી પોલીસનો ફોન આવ્યો હતો

Read About Weather here

જેને નેહાની હત્યાના સમાચાર આપતા પરિવાજનો ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં નેહાની લાશ જોતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here