રાજકોટમાં કોરોના કેસને લઈને રાહતના સમાચાર !

રાજકોટમાં કોરોના
રાજકોટમાં કોરોના

રાજકોટમાં કોરોનાના મોત અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે

દેશમાં કોરોના હાહાકાર મચાવી રહૃાો છે ત્યારે ગુજરાતના રાજકોટમાં કોરોનાનું જોર ધીમુ પડ્યું છે. જે એક રાહતના સમાચાર છે. સારી વાત એ છે કે, રાજકોટમાં કોરોનાના કેસ ઘટવાની સાથો સાથ મૃતાંકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

રાજકોટમાં કોરોનાના કેસ ઘટવાના અહેવાલથી તંત્રએ આંશિક રાહત અનુંભવી છે. જોકે કોરોનાના મોત અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં કોરોના વાયરસે છેલ્લા એકાદ મહિનાથી સનસનાટી મચાવી હતી. તેમાં રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ માથુ ઉચક્યું હતું. અહીં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો હતો. જોકે હવે અહીં કોરોના થોડો નિયંત્રણમાં આવ્યો હોવાનું સામે આવેલા આંકડા પરથી ફલીત થાય છે.

રાજકોટમાં કોવીડના કેસની સાથો સાથ તેનાથી થતા મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં સારવાર દરમિયાન ૪૧ દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે તેના આગલા દિવસે ૬૭ દર્દીનાં થયા મોત થયા હતાં. જેમાંથી ૯ દર્દી ના કોરોના થી મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

Read About Weather here

આમ જો આંકડા પર નજર કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં મૃતાંકમાં ૨૬નો ઘટાડો નોંધાયો છે. જે એક નોંધપાત્ર બાબત છે. સામે આવેલા આ આંકડાએ સ્થાનિત તંત્ર અને રાજ્ય સરકાર માટે આશા જગાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here