રાજકોટમાં અંકુર રોડ પર અચાનક 115 ઘરોની કપાત નીકળતા જબરી ધમાલ, સેંકડો સ્થાનિક બહેનો રસ્તા પર

રાજકોટમાં અંકુર રોડ પર અચાનક 115 ઘરોની કપાત નીકળતા જબરી ધમાલ, સેંકડો સ્થાનિક બહેનો રસ્તા પર
રાજકોટમાં અંકુર રોડ પર અચાનક 115 ઘરોની કપાત નીકળતા જબરી ધમાલ, સેંકડો સ્થાનિક બહેનો રસ્તા પર

મનપાએ રાતોરાત નકશો બદલી આરકે ગ્રૃપની બિલ્ડીંગ બચાવવા ટીપી રોડ કાઢયો હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ; દેખાવો કરવા માટે અને ઘર બચાવવા માટે બહેનો માર્ગ પર આવી ગઇ દેકારા વચ્ચે એક મહિલા બેભાન બની જતા જબરી ભાગદોડ મચી
મનપાએ રાતોરાત લીધેલા નિર્ણયને પગલે ગરીબ પરિવારોના 200 સભ્યો એકાએક ઘર વિહોણા; રાતોરાત કોઇ એક ગ્રૃપની બિલ્ડીંગ ખાતર ગરીબ લોકોને રસ્તા પર લાવી દેવાનો અર્થ શું?; મનપા પાસે જવાબ માંગતા મધુરમ સોસાયટીના રહેવાસીઓ

રાજકોટનાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા અંકુર રોડ પર એક સોસાયટીના 115 જેટલા મકાનોની અચાનક કપાત કાઢવામાં આવતા એ વિસ્તારમાં જબરદસ્ત હંગામો મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાતોરાત આ સોસાયટીમાં ટીપી રોડ કાઢવામાં આવતા એક સોસાયટીના 115 મકાનોની કપાત માટે મનપા તરફથી નોટીસ મળતા અહી વસતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો હતપ્રભ થઇ ગયા હતા.

સ્થાનિક મહિલાઓ વિરોધ કરવા માટે રસ્તા પર નિકળી પડી હતી. સ્થાનિક રહેવાસીઓએ મનપા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. મીડિયા સમક્ષ રજૂઆતઓ કરીને બહેનોએ એમની હૈયાવરાળ વ્યકત કરી હતી.

એ દરમ્યાન દેખાવ કરી રહેલી એક બહેન બેભાન થઇ જતા હડકંપ મચી ગયો હતો. બહેનને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગત મુજબ શહેરના મોવડી વિસ્તારમાં આવેલા અંકુર રોડ પર અચાનક રહસ્યમય રીતે ટીપી રોડ નિકળતા અહીં આવેલી મધુરમ સોસાયટીના રહેવાસીઓ

માટે રાતોરાત ઘર વિહોણા થઇ જવાનો ખતરો ઉભો થયો છે. અગાઉ ટીપી સ્કીમમાં મધુરમ સોસાયટીમાંથી કોઇ રસ્તો નિકળતો ન હતો અને આ વિસ્તાર કપાતમાં પણ આવતો ન હતો.

આ વિશે સ્થાનિક રહેવાસીને પુછવામાં આવતા અહીં રહેતા લોકોએ ભારે રોષ સાથે એવો આક્ષેપ કર્યો હતો કે, આરકે ગ્રૃપની એક બિલ્ડીંગ બચાવવા માટે મનપા ગરીબ લોકોને ઘરવિહોણા કરી રહી છે.

એક સ્થાનિક નાગરીકે એવું જણાવ્યું હતું કે, મનપામાં રાતોરાત આ વિસ્તારનો નકસો બદલાવી નાખવામાં આવ્યો છે અને આરકે ગૃ્રપની બિલ્ડીંગ ખાતર ટીપી રોડ રાતોરાત કાઢવામાં આવ્યો છે અને 115 મકાનોને કપાતમાં લઇ લેવામાં આવ્યા છે. જેની સામે આ વિસ્તારમાં વિરોધનો જવાળામુખી ફાટી પડયો છે.

Read About Weather here

જો અહીંના 115 મકાનોની કપાત કરી નાખવમાં આવે તો રાતોરાત 200 લોકો ઘરબાર વગરના થઇ જવાનો ભય છે. સ્થાનિક લોકોએ મનપાને એવો સવાલ કર્યો છે કે, ગરીબ લોકોને જ કેમ હેરાન કરવામાં આવી રહયા છે. અંકુર રોડ પર સર્જાયેલા દ્રશ્યોને પગલે મનપા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here