રાજકોટને 216 કરોડની ફાળવણીને આવકારતા રાજુ ધ્રુવ

કોંગ્રેસ સરકારની ગુનાહિત બેદરકારીની ટીકા કરતા રાજુભાઈ ધ્રુવ
કોંગ્રેસ સરકારની ગુનાહિત બેદરકારીની ટીકા કરતા રાજુભાઈ ધ્રુવ

સંતુલિત વિકાસનો ધ્યેયમંત્ર વ્યકત કરનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો

તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુશાસન સપ્તાહના સમાપન પર્વમાં રાજકોટના જુદા જુદા વિકાસકાર્યો માટે રૂ.216 કરોડ રૂપિયાની ફાળવણી કરી લોકોના દિલ જીતી લીધા હતા.

તેમણે લોકોને ભાજપ સરકારના સુશાસનની ખરા અર્થમાં પ્રતીતિ કરાવી છે. મુખ્યમંત્રીએ સુશાસન પર્વનો રાજ્ય કક્ષાનો સમાપન સમારોહ રાજકોટમાં યોજીને ગૌરવ પણ અપાવ્યું છે તેમ આભાર પ્રગટ કરતાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ રાજકોટ મહાનગરને નૂતનવર્ષ ર0રરની કેટલીક ભેટરૂપે કરોડોના વિકાસ કામોની જાહેરાત કરી હતી. ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, ડ્રેનેજ, ફાયર સેફટી સિસ્ટમ, પબ્લીક હેલ્થ લેબોરેટરી તથા અર્બન મોબિલીટીના 170 કામો માટે 187 કરોડ રૂપિયા મંજૂર કરવાની સાથે મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના રૂ.30 કરોડના કામો માટે સૈદ્ધાંતિક મંજુરી આપી હતી.

રાજકોટને આંગણેથી રૂપિયા 216 કરોડ ના 14,143 આવાસોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 25 હજાર બહેનોને 2440 સ્વ સહાય જુથો મારફતે રૂપિયા 10 કરોડની કુલ સહાય આપી સ્વાવલંબનથી આત્મનિર્ભરતાનો સુશાસનનો માર્ગ કંડાર્યો છે.

સુશાસન માત્ર ગુજરાતના શહેરો જ નહી પણ ગામડાના લોકો – છેવાડાના માનવી સુધી પહોચ્યું છે, તેની પ્રતીતિ કરાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલો નવતર વિચાર રૂર્બન આત્મા ગામનો સુવિધા શહેરની એ ગુજરાતે સાકાર કર્યો છે.

તાજેતરમાં ભારત સરકારે જે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્ષ જાહેર કર્યો તેમા ગુજરાત પ્રથમ ક્રમે છે. અર્થતંત્ર, માનવ સંસાધન, માળખાકીય સવલતો, સુરક્ષા, સામાજીક કલ્યાણ અને ન્યાય જેવા માપદંડોને આધારે ગુજરાતે દેશના અન્ય રાજ્યો કરતા આગવું ગુડ ગવર્નન્સ પ્રસ્થાપિત કરી બતાવ્યું છે.

Read About Weather here

ગુજરાતનું ગુડ ગવર્નયમસનું આ મોડલ શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ વ્યાપક બન્યું છે. તેમ અંતમાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here