રાજકોટને હાઇકોર્ટ બેંચ ક્યારે મળશે?

હાઈકોર્ટમાં માત્ર વકીલોનો જ પ્રવેશ...
હાઈકોર્ટમાં માત્ર વકીલોનો જ પ્રવેશ...

અરજદારોને અમદાવાદ સુધી ખાવા પડે છે ધક્કા

વડાપ્રધાન મોદી તથા મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટનું ઋણ ચૂકવવું જોઈએ: પૂર્વ ધારાસભ્ય

રાજ્ય સરકારની કામગીરીનાં ઉજવણી પ્રસંગનાં અનુસંધાને નરેન્દ્ર મોદીએ એવી વાત કરેલી કે, હું રાજકોટમાંથી ધારસભ્ય બન્યા પછી મુખ્યમંત્રી બન્યો છું અને હાલમાં વડાપ્રધાન પદ પર છું માટે રાજકોટનો ઋણી છું. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટનાં છે ત્યારે યાદ દેવડાવવાની કે અગાઉ સૌરાષ્ટ્ર-કચ્છ માટે રાજકોટને હાઈકોર્ટ આપવા માટે રજૂઆતો અને માંગણી થયેલ પણ આ અંગે કશી કાર્યવાહી થયાનું જાણવા મળતું નથી તેમ જસદણનાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયાએ જણાવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ હાઈકોર્ટ પોરબંદર બાજુનાં વિસ્તારથી 350 થી 400 કિ.મી દૂર થાય છે તેમ જ વાપી બાજુનાં વિસ્તારને પણ 300 થી 400 કિ.મી દૂર થાય છે હાઇકોર્ટમાં કેસનું ભારણ હોવાથી મુદ્દતો પડ્યા કરે છે. જેથી આ વિસ્તારનાં અરજદારોને 800 કિ.મી નું અંતર કાપવાનું થાય છે. છતાં ઘણા વર્ષો સુધી કેસન્પે ઉકેલ આવતો નથી. પરિણામે હેરાનગતિ ભોગવતી પડે છે.

ગુજરાતમાં તાલુકા તેમ જ જીલ્લાનાં વિભાજન કરવામાં આવે છે. તે જ રીતે રાજકોટ તેમ જ સુરતને હાઇકોર્ટને આપવાની ખાસ જરૂર છે. અમદાવાદ હાઇકોર્ટનું ભારણ ઘટે અને કેસનો ઝડપથી નિકાલ થાય તે માટેની શક્યતા તેમ જ વ્યાજબીનાં સ્વીકારી વિભાજન માટે આયોજન કે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવે છે.

Read About Weather here

નરેન્દ્રભાઈ તથા વિજયભાઈએ રાજકોટનું ઋણ ચૂકવવા માટે માંગણી અને રજૂઆત છે તેનો સ્વીકાર કરી રાજકોટને હાઇકોર્ટ અપાવે તેમ જ દક્ષિણ ગુજરાતની જનતા માટે સુરતને હાઇકોર્ટ મળે તે માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત બંને જગ્યાએ હાઇકોર્ટ માટે રજૂઆત કરે એ જરૂરી હોવાની જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here