રાજકોટની સગીરાએ સપનું પૂરું કરવા છોડયું ઘર અને..?

રાજકોટની સગીરા સપનું પૂરું કરવા છોડયું ઘર અને..?
રાજકોટની સગીરા સપનું પૂરું કરવા છોડયું ઘર અને..?

રાજકોટમાં – ટી.વી સિરિયલો જઈ અભિનેત્રી બનવાની લ્હાયમાં રાજકોટની સગીરા ત્રણ પાનાની ચિઠ્ઠી મૂકી ઘરેથી નાશી છૂટી હતી.બનાવ અંગેની જાણ થતાં માલવીયાનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી મુંબઈ જતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાંથી શોધી કાઢીને તેના પિતા સાથે મિલન કરાવ્યું હતું.

માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે એક અરજદાર આવેલ અને જણાવેલ કે , પોતાની સગીર વયની દિકરી ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર પોતાને અભિનેત્રી બનવાનો શોખ હોય પોતાનું સપનું પુરૂ કરવા ઘર છોડી જતી રહેલ હોવાની વિગતો લખેલ ત્રણ પેઈઝની ચીઠી ઘરે મુકી જતી રહેલ હોય

Visit Saurashtra Kranti Homepage here

જેથી સગીરાના પિતાએ માલવીયાનગર પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા સદરહું બનાવ બાબતની ગંભીરતા ધ્યાને લેતા પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ સા . તથા સંયુકત પોલીસ કમીશ્નર શ્રી ખુરશીદ અહેમદ સા . તથા નાયબ પો.કમી . શ્રી મનોહરસિંહ જાડેજા સા . ઝોન -૨ તથા મદદનીશ પો.કમી . શ્રી જે.એસ.ગેડમ સા . દક્ષીણ વિભાગ નાઓએ આ સગીર બાળાને તાત્કાલીક શોધી કાઢવા માટે સુચના

તેમજ માર્ગદર્શન આપતા અમો પો.ઇન્સ . કે.એન.ભુકણ ના સુચનાથી પો.સ્ટે . ના સર્વેલન્સ સ્કોડ , ચોકી વાઇઝ , તથા બીટ વાઇઝ ટીમો બનાવી સગીર બાળાના ફોટો ગ્રાફ્સ તેમજ તેના ઘરેથી નીકળતી વખતે પહેરેલ કપડાના વર્ણન ઉપરથી , સી.સી.ટી.વી. કેમેરા , ટેકનીકલ સોર્સ , તથા અન્ય હ્યુમન સોર્સીસ મારફતે તેમજ રેલ્વે સ્ટેશન , બસ સ્ટેશન , ખાનગી ટ્રાવેલ્સ ની ઓફીસો વિગેરે સ્થળોએ તપાસ કરી

સગીરાને શોધી કાઢવા માટે વિસ્તારમાં રવાના કરતા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ . વી.કે.ઝાલા તથા પો.હેડ.કોન્સ . જયદિપસીંહ પરમાર ને સદરહુ બાળા રાજકોટ થી મુંબઇ જતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં હોવાની ચોકકસ માહીતી મળતા આ ટ્રેનમાં પેટ્રોલીંગમાં રહેલ રેલ્વે પોલીસ , RPF ને આ બાળાના ફોટા તથા વર્ણન વગેરે માહીતીનુ વોટસઅપ દ્રારા આદાન પ્રદાન કરી સતત લાઇવ સંપર્કમાં રહી આ બાળાની શોધખોળ કરવા જણાવેલ

જે દરમ્યાન ટ્રેન વીરમગામ નજીક પહોંચતા જ રેલ્વે પોલીસને આ બાળા ટ્રેનમાં મળી આવતા તેઓએ સમજદારી પૂર્વક સુઝબુઝથી સમજાવી આ બાળાને વીરમગામ રેલ્વે સ્ટેશન ખાતે હસ્તગત કરી અત્રે અમોને જાણ કરતા સગીરાના પીતા તથા પરીવારના અન્ય સભ્યો સાથે અત્રેથી પોલીસને વીરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે મોકલી આ સગીરા ને હસ્તગત કરી

Read About Weather here

માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના વાલીની હાજરીમાં સગીરાની પુછપરછ કરતા તેના બાળમાનસ પર ટી.વી.સીરીયલો તથા ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની થયેલ અસર થી અંજાઇ જઇ પોતે મુંબઇ જવા માટે ઉપરોકત પગલુ ભરેલ નુ જણાવેલ .

આમ , માલવીયાનગર પોલીસ સ્ટેશન ની સમગ્ર ટીમ દ્વારા બનાવને ખુબજ ગંભીરતાથી લઇ આ સગીરા અજાણ્યા શહેરમાં કોઇ અસામાજીક તત્વો ના હાથમા પડે તે પહેલા જ શોધી લઇ તેઓના વાલી વારસ ને હેમખેમ સોંપી દઇ કોઇ અઘટીત બનાવ બનતો અટકાવેલ છે .

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here