રાજકોટના સ્ટેડિયમમાં રમાશે ભારત-દ.આફ્રિકા વચ્ચે T-20 મેચ

રાજકોટના સ્ટેડિયમમાં રમાશે ભારત-દ.આફ્રિકા વચ્ચે T-20 મેચ
રાજકોટના સ્ટેડિયમમાં રમાશે ભારત-દ.આફ્રિકા વચ્ચે T-20 મેચ
SCAએ આ મેચ માટેની ટિકિટના દરની જાહેરાત કરી દીધી છે. આ મેચમાં ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે, અગાઉના 8 મેચમાં જે ટિકિટ 500થી લઇ 7000 સુધી મળતી હતી તે ટિકિટના ભાવ વધારીને તે 1000થી લઇ 8000 સુધી નક્કી કરવામાં આવ્યા છે. આગામી 17મી જૂનના રોજ રાજકોટના-જામનગર રોડ પર ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાનાર છે. જેને લઈ SCAએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટના સ્ટેડિયમમાં રમાશે ભારત-દ.આફ્રિકા વચ્ચે T-20 મેચ સ્ટેડિયમ

જોકે આ મેચને લઇ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમમાં ઇસ્ટ સ્ટેન્ડ, વેસ્ટ સ્ટેન્ડ અને સાઉથ પેવેલિયન એમ ત્રણ પાર્ટ પાડીને તે મુજબ ટિકિટનાં દર નક્કી કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ મેચ માટે ખાસ કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં VIP લોકોને સાથે ડિનર પણ મળશે. આ ટિકિટ ઓનલાઈન અને ઓફલાઇન એમ બન્ને રીતે વેચાણ કરવામાં આવશે.

ભારત-આફ્રિકા મેચ માટે ઇસ્ટ સ્ટેન્ડમાં લેવલ 1,2 અને 3 માટે ટિકિટના દર રૂ.1000, વેસ્ટ સ્ટેન્ડના લેવલ 1 માટે રૂ. 1500, લેવલ 2 અને 3 માટે રૂ. 2000 અને વેસ્ટ સ્ટેન્ડમાં કોર્પોરેટ બોક્સ (15 સીટ)નો ટિકિટનો ભાવ રૂ.7,000 રાખવામાં આવ્યો છે. ગત 17 જાન્યુઆરી-2020નાં રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાયો હતો. ત્યારબાદ કોરોનાનું ગ્રહણ લાગી જતા અહીં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાયો નહોતો. ત્યારે રાજકોટમાં અઢી વર્ષ બાદ 17 જૂનના રોજ ભારત-દક્ષિણ આફ્રિકા મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે.

Read About Weather here

જેને લઈને રંગીલા રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આ સિવાય સાઉથ પેવેલીયનમાં લેવલ 1 (ડીનર સાથે)નો ભાવ રૂ.7,000, લેવલ-2 (બ્લોક Aથી D) રૂ. 4,000, લેવલ 3ના રૂ.2,500 અને કોર્પોરેટ બોક્સ (15 સીટ)નાં ભાવ રૂ.8,000 રાખવામાં આવ્યા છે.અત્યારસુધીમાં રાજકોટનાં SCA સ્ટેડિયમમાં કુલ 8 આંતરરાષ્ટ્રીય મેચ રમાયા છે. જેમાં 2 ટેસ્ટ, 3 T-20 અને 3 વન-ડેનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here