રાજકોટના લોકમેળામાં દુર્ઘટના

રાજકોટના લોકમેળામાં દુર્ઘટના
રાજકોટના લોકમેળામાં દુર્ઘટના
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળામાં બે દિવસના અંતરમાં બે દુર્ઘટના સર્જાઈ છે. બે દિવસ પહેલા એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાયો હતો. જયારે ગઈકાલે મોતના કૂવામાં ચાલી રહેલા કરતબ દરમિયાન એક કાર અચાનક જ નીચે ખાબકી હતી. જ્યાં કરતબ દરમિયાન કારનું ટાયર નીકળી ગયું હતું, જે બાદમાં કાર સીધી નીચે ખાબકી હતી. જોકે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.જોકે, ત્યાં હાજર તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે.રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે લોકમેળામાં આવો જ એક બનાવ બન્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં લોકમેળાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલી બીજી જ રાઈડમાં આજે એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં બ્રેક ડાન્સ નામની રાઇડમાં એક યુવક રાઇડની મજા માણતો હતો, અને હસતો હસતો મેળાની મજા લેતો હતો અચાનક બીજી સેકન્ડે યુવક રાઇડમાંથી નીચે પટકાયો હતો અને માથાના ભાગે ઉપર ખાડો થઇ જતા ગંભીર ઇજા પહોંચી હતી. રાઇડ સંચાલકે સમય સુચકતા કારણે તત્કાલીન રાઈડ બંધ કરી યુવકને નીચે ઉતારી રાઇડના જ સંચાલકોએ નજીકમાં મેળાના ગેઇટ પાસે ઊભેલી એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે, રાઇડમાં બેસતા સમયે દરેક લોકોએ આ પરથી શીખ મેળવવાની જરૂર છે. રાઇડમાં બેસ્ટ સમયે રાઇડમાં સંચાલકોની સૂચના મુજબ વ્યવસ્થિત રીતે બેસી રાઈડની મજા માણવી જોઈએ. આ અંગેની પ્રાપ્ત વિગતો અંસુઅર ગોંડલ પંથકમાં સાતમના દિવસ દરમ્યાન ઝરમર વરસાદ વરસતો રહ્યો હોવાથી શહેરના કોલેજ ચોક સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનો મોટાભાગનો પંડાલ ભીંજાઈ ગયેલો હોવાથી સાંજના સુમારે ટીઆરબી જવાનને વીજ કરંટ લાગતા તેને બચાવવા પાલિકાના ફાયરનાં કર્મચારી જતા તેને પણ કરંટ લાગતા બંનેનું મોત નીપજ્યું હતું.

બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કરતાં પરિવારોમાં શોકનું મોજુ ફેલાઈ જવા પામ્યું હતું.જો આ દરમિયાન મજાક મસ્તી કરીએ અથવા વ્યવસ્થિત ન બેસીએ તો દુર્ઘટના જરૂરથી સર્જાઈ શકે છે અને તેમાં કદાચ મજાની સજા સમાન જીવ ગુમાવવાનો પણ વખત આવી શકે છે.ગોંડલમાં પણ યોજાયેલ મેળામાં 4 દિવસ પહેલા બે લોકોના મોત થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here