રાજકોટના કુવાડવા મેંગો માર્કેટમાં લાંબી લાઇન

રાજકોટના કુવાડવા મેંગો માર્કેટ
રાજકોટના કુવાડવા મેંગો માર્કેટ

વાવાઝોડાને કારણે આવકમાં વધારો થયો:50 હજાર બોક્સ ઠલવાતા ભાવ રૂ.150થી 500 બોલાયા

સામાન્ય દિવસોમાં 15 હજાર બોક્સની આવક થાય છે

રાજકોટ નજીક આવેલ કુવાડવા રોડ પર સ્થિત મેંગો માર્કેટમાં ગુરુવારે એક દિવસમાં 50 હજાર બોક્સ ઠલવાયા હતા. ખરીદનાર અને વેચનારની મેંગો માર્કેટ બહાર એક કિલોમીટર લાંબી લાઇન લાગી હતી .જે ખેડૂતોનો માલ સંપૂર્ણ પણે ખરી ગયો છે તે ખેડૂત મજબૂરીમાં નીચા ભાવે કેરી વેચવા માટે મજબૂર બન્યા છે. રાજકોટ સુધી કેરી પહોંચતી કરવા માટે પૂરતો ખર્ચ નીકળે એમ નહિ હોવાથી ખેડૂતોએ ખુદ આવવાનું ટાળ્યું હતું અને પોતાનો માલ મજૂરોની સાથે મોકલી દીધો હતો. મજૂરો બુધવારની રાત્રિથી જ મેંગો માર્કેટે પહોંચી ગયા હતા.

Subscribe Saurashtra Kranti here

તો આવેલો માલ ઝડપથી ખાલી થાય તે માટે મોરબી, ધ્રાંગધ્રા, કચ્છ બાજુ કેરીના બોક્સ વેચાણ માટે મોકલવા પડ્યા હતા. રાજકોટના કુવાડવા મેંગો માર્કેટમાં સામાન્ય દિવસોમાં 15 હજાર બોક્સની આવક થાય છે તેના બદલે ગુરુવારે ત્રણ ગણી આવક થઇ હતી. ગુરુવારની જે આવક હતી એ જૂનાગઢ, ઊના અને તાલાળા પંથકમાંથી થઈ છે. આ પહેલા ક્યારેય આટલી આવક થઇ નથી. સામાન્ય રીતે કેરીની સિઝન જૂનના અંત સુધી ચાલે છે.

Read About Weather here

ગુરુવારે આવકની સાથે ખરીદનારની ભીડ પણ વધારે હતી. સૌરાષ્ટ્રભરમાંથી લોકો ખરીદી માટે આવી રહ્યા હતા. એક- એક થડા પર હરાજી અને વેચાણ સમયે 15-20 લોકો ખરીદનારના હતા. જ્યારે મજૂર પરિવારમાં અને રોજે- રોજનું કમાઈને ખાનારા લોકોના પરિવારમાં જેટલા સભ્યો હતા એ બધા વેપારમાં લાગી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here