રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.17/10 થી 31/10ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર 14 રેકડી-કેબીનો ફુલછાબ ચોક, જ્યુબેલી,પુષ્કરધામ મેઈન રોડ, નાનામૌવા ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય 32 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે નાનામવા મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, 40 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને પુષ્કરધામ મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા
Visit Saurashtra Kranti Homepage here
હતા, તેમજ રૂ.51,870 વહીવટી ચાર્જ જીવરાજપાર્ક સાધુવાસવાણી રોડ,ગાયત્રીનગર મેઇન રોડ,જ્યુબેલી ચોક, પેલેસ રોડ ભુપેંદ્ર રોડ, કરણસિંહજી રોડ,કેસરી પુલ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.7,82,000 મંડપ ચાર્જ જે મવડી, સ્પિડવેલ પાર્ટી પ્લોટ, યુનિ.રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, આત્મિય કોલેજ કાલાવડ રોડ, એજી ચોક, જે.કે.ચોક, કુવાડવા રોડ, કોઠારીયા રોડ, રૈયા રોડ, સત્યસાંઈ રોડ, પંચાયત ચોક, યાજ્ઞિક રોડ પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો અને 783 બોર્ડ-બેનર તે પંચાયત ચોક, મહીલા કોલેજ, કોટેચા ચોક, યાજ્ઞિક રોડ, હેમુગઢવી હોલ કોઠારીયા રોડ, ગોંડલ રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here