રશિયા-યુક્રેન યુદ્ધનો 43મો દિવસ

રશિયા-યુક્રેન યુદ્ધનો 43મો દિવસ
રશિયા-યુક્રેન યુદ્ધનો 43મો દિવસ
યુક્રેનના ડેપ્યુટી PMએ કહ્યું હતું કે હાલમાં નુકસાનનો અંદાજો કાઢવામાં આવી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધનો 43મો દિવસ છે. રશિયન સેનાએ હવે યુક્રેનના પૂર્વ વિસ્તારમાં હુમલો કર્યો છે. બુધવારે, રશિયન સેનાએ ખાર્કિવમાં ઓઇલના ડેપો પર હુમલો કરતાં એ નષ્ટ થઈ ગયો હતો.રશિયા પર યુક્રેનના બુચા શહેરમાં નરસંહારનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે, જ્યારે મારિયુપોલના મેયર વાદિમ બોયચેન્કોએ કહ્યું હતું કે શહેરમાં અત્યારસુધીમાં 210 બાળક સહિત 5100 નાગરિકો માર્યા ગયા છે. જ્યારે રશિયાના મિસાઇલ હુમલામાં 50 લોકો જીવતા સળગી ગયા હતા. આ તમામ લોકો માનવતાની મદદ લેવા માટે એક જગ્યાએ એકઠા થયા હતા. યુક્રેનમાં રશિયાના હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકોનાં મોત થયા બાદ અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની બે પુત્રી પર પ્રતિબંધની જાહેરાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

અમેરિકાએ કહ્યું હતું કે પુતિનની બંને પુત્રી રશિયામાં સરકાર સાથે કામ કરે છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.બુચા હુમલા બાદ ગુરુવારે યુએનમાં માનવ અધિકાર પરિષદની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં રશિયાને કાઉન્સિલમાંથી બહાર કાઢવા માટે મતદાન થઈ શકે છે. અમેરિકા સહિતના NATO દેશોએ તેની તૈયારી શરૂ કરી દીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે બુચામાં જે થયું એ યુદ્ધ અપરાધ છે.બુચામાં નાગરિકોની હત્યાને લઈને સમગ્ર વિશ્વમાં રશિયાની ટીકા થઈ રહી છે. ફ્રાન્સે કહ્યું હતું કે આતંક ફેલાવવાનું એક નવું પગલું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાત કરી હતી. મેક્રોને ઘટનાના દોષિતોને કડકમાં કડક સજાની માગ કરી છે. ભારતે પણ હુમલાની નિંદા કરી છે.

જ્યારે બ્રિટને કહ્યું હતું કે રશિયાનો આ ડરામણો ચહેરો દુનિયા જોઈ રહી છેયુક્રેનના મારિયુપોલ અને ખાર્કિવમાં રશિયાના હુમલા 42મા દિવસે પણ જારી રહ્યા હતા. આ દરમિયાન ચેક ગણરાજ્યએ યુક્રેનને રશિયાનો મુકાબલો કરવા ટી-72 ટેન્ક અને બખ્તરબંધ યુદ્ધ વાહન આપવાની જાહેરાત કરી છે તથા બખ્તરબંધ વાહન બીપીપી-1, હોવિત્ઝર તોપો અને એક ડઝનથી વધુ ટેન્ક્સ ટ્રેનમાં યુક્રેન રવાના કરી દીધા છે. ચેક ગણરાજ્ય યુક્રેનને ટેન્ક્સ સપ્લાય કરનારો પહેલો નાટો દેશ બન્યો છે.પોપ ફ્રાન્સિસે બુધવારે બુચા શહેરથી લવાયેલો યુક્રેનનો ધ્વજ ચૂમ્યો અને કહ્યું હતું કે તે યુદ્ધભૂમિમાં શહીદોના શહેર બુચાથી આવ્યો છે.

Read About Weather here

એને ભૂલશો નહીં. તેમણે યુક્રેનનાં કેટલાંક બાળકોને મંચ પર પણ બોલાવ્યાં.રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે નવેસરની મંત્રણાની તૈયારી છે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ આજે આયર્લેન્ડની સંસદને સંબોધી. તેમણે કહ્યું હતું કે આયર્લેન્ડ રશિયાના હુમલા મામલે તટસ્થ નથી રહ્યું. પણ કોઇ નિષ્કર્ષ સુધી પહોંચવા હજુ લાંબી મજલ કાપવાની છે. રશિયા પાસે દેવું ચૂકવવા માટે પૂરતાં સંસાધનો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here