યુ.પી. માં ભાજપ સત્તા જાળવશે, ઘણી બેઠકોનું નુકશાન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પંજાબમાં આપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી : યુ.પી. માં ભાજપને 100 જેટલી બેઠકોને નુકશાન થવાની વકી: ખાસ સર્વેક્ષણ

દેશના મહત્વનાં અને સૌથી મોટા રાજ્ય ઉતરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ત્યારે ભાજપ અને સાથી પક્ષો માટે કપરો સમય અને મુશ્કેલીઓ સર્જાય તેવી આગાહી કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં હાથ ધરવામાં આવેલા લોક સર્વેક્ષણમાં એવું તારણ નીકળ્યું છે કે યુ.પી માં ઘણી વધુ બેઠકો ગુમાવ્યા પછી પણ ભાજપ સતા જાળવી રાખે એવી શક્યતા છે. જયારે પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગળાકાપ હરીફાઈ થઇ શકે છે.

એબીપી-સીવોટર દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે યુ.પી. માં ગયા વખત કરતા ઘણી વધુ એટલે કે 100 બેઠક ભાજપ ગુમાવે તેવી સંભાવના છે. પણ સતા જાળવી રાખશે.

પંજાબમાં ભાજપ અને સાથી પક્ષોને એક પણ બેઠક નહીં મળે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મુખ્ય જંગ કોંગ્રેસ અને આપ વચ્ચે થશે. તેમ મનાય છે.

યુ.પી. માં મોટાપાયે નુકશાન થઇ રહ્યું હોવા છતાં સતા પર પુનરાગમન નક્કી મનાય છે. ધારણા મુજબ યુ.પી. માં ભાજપ અને સાથી પક્ષોને 217 બેઠક, સમાજવાદી પાર્ટીને 156 બેઠકો, બસપા ને 18 બેઠકો અને કોંગ્રેસને 8 બેઠક મળી શકે છે.

મતોની ટકાવારીની દ્રષ્ટિએ ભાજપ અને સાથીદારોને અંદાજે 40.7 ટકા મતો, સપા ને 31.1 ટકા, બસપા ને 15.1 ટકા તેમજ કોંગ્રેસને 8.9 ટકા જેટલા મતો મળી શકે છે.

એ રીતે યુ.પી. માં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ છે અને તફાવત માત્ર 60 બેઠકોનો રહી ગયો છે. પંજાબમાં ભાજપ પ્રેરિત એનડીએ નું ખાતુ પણ નહીં ખુલે એવું લાગે છે.

કોંગ્રેસને 46 બેઠકો, અકાલીદળને 20 અને આમ આદમી પાર્ટીને 51 જેટલી બેઠકો મળવાની શક્યતા છે. મતદાનની દ્રષ્ટિએ કોંગ્રેસને 34.9 ટકા મતો મળી શકે છે.

તો બીજીતરફ આપ ને 36.5 ટકા મતો મળે તેવી શક્યતા છે. એટલે મતો મેળવવાની ટકાવારીમાં આપ અવ્વલ ક્રમે રહી શકે છે.ઉતરાખંડમાં એવું તારણ નીકળ્યું છે કે, કોંગ્રેસ લડત આપશે પરતું સહેજ માટે સતાથી દૂર રહી જશે.

ભાજપ સતા ટકાવી રાખે તેવી શક્યતા છે. ભાજપને 38 અને કોંગ્રેસને 32 બેઠકો મળી શકે છે. જયારે ગોવામાં ભાજપ પૂરી બહુમતી સાથે સતા મેળવે તેવી શક્યતા છે. અહીં પણ આપ ને 5 બેઠકો મળવાની શક્યતા દેખાઈ છે.

Read About Weather here

કોંગ્રેસ ત્રીજા સ્થાને રહેશે. એટલે 2017 માં મેળવેલી 17 બેઠકોનાં આંકડા પરથી નીચે ઉતરીને કોંગ્રેસ માત્ર ચાર બેઠક મેળવે તેવી સંભાવના છે. મણીપુરમાં ભાજપનું આસાન વિજય થવાની સંભાવના ગણાય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here