યુવા ચહેરાઓને સંગઠનમાં પ્રમુખ પદૃો આપવા હિલચાલ

યુવા ચહેરાઓને સંગઠનમાં પ્રમુખ પદૃો આપવા હિલચાલ
યુવા ચહેરાઓને સંગઠનમાં પ્રમુખ પદૃો આપવા હિલચાલ

2024 સુધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત્ રહે તેવી શક્યતા

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માંગ થઇ રહી છે પણ પાર્ટી આ ચૂંટણીને ટાળી રહી છે. 2024 લોકસભા ચૂંટણી સુધી કોંગ્રેસ અધ્યક્ષ પદૃને લઇને કોઇ બદૃલાવ થતો નથી જોવા મળી રહૃાો.

Subscribe Saurashtra Kranti here

જોકે, પાર્ટીમાં બળવાખોર નેતાઓને સંગઠનમાં મહત્વની જવાબદૃારી આપવામાં આવી શકે છે. સુત્રોની માનીએ તો 2024 લોકસભા ચૂંટણી સુધી સોનિયા ગાંધી જ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા રહેશે.

સાથે એવી પણ સંભાવના છે કે દૃેશની સૌથી જૂની પાર્ટી યુવા ચહેરાઓને સંગઠનમાં પ્રમુખ પદૃો પર નિયુક્ત કરી શકે છે.આગામી લોકસભા ચૂંટણી સુધી સોનિયા ગાંધી જ કોંગ્રેસના અધ્યક્ષ પદૃે રહેશે.

રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં નિયુક્ત થવાની સંભાવના નથી. જોકે, ટોચના સ્તર પર નિર્ણય લેવાનું તે ચાલુ રાખશે. આગામી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ પાર્ટી એક મોટા ફેરબદૃલની યોજના બનાવી રહી છે,

જેમાં યુવા કોંગ્રેસ નેતાઓ અને ગાંધીના વફાદૃારોને પાર્ટી સંગઠનની અંદૃર મહત્વપૂર્ણ ભૂમિકા મળી શકે છે.સુત્રોની માનીએ તો પાર્ટીમાંથી ચાર કાર્યકારી અધ્યક્ષોની નિયુક્તીની આશા છે, જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મદૃદૃ કરશે.

કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ પદૃ માટે ગુલામ નબી આઝાદૃ, સચિન પાયલોટ, કુમારી શૈલજા, મુકુલ વાસનિક અને રમેશ ચેન્નીથલા સૌથી આગળ ચાલી રહૃાા છે. અહી આ જાણવુ જરૂરી છે કે ગુલામ નબી આઝાદૃ તે જી-૨૩ સમૂહના નેતા છે

જેને સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં બદૃલાવની માંગ કરી હતી, બીજી તરફ સચિન પાયલોટ એક સમયે પોતાનો બળવાખોર વલણ બતાવી ચુક્યા છે.જોકે, કોંગ્રેસના નેતૃત્વ પરિવર્તનમાં પ્રિયંકા ગાંધીની શું ભૂમિકા હશે,

તેના વિશે કોઇ જાણકારી નથી. સુત્રોની માનીએ તો પ્રિયંકા ગાંધી વાડ્રાની નવી ભૂમિકા વિશે કોઇ ણકારી સામે આવી નથી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદૃેશમાં કોંગ્રેસની કમાન સંભાળી રહી છે જ્યા આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે.

સોનિયા ગાંધીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષના રૂપમાં પદૃભાર સંભાળતા બે વર્ષથી વધુ સમય થઇ ગયો છે અને ત્યારથી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ પદૃ માટે ચૂંટણી ટાળતી આવી રહી છે.

Read About Weather here

આ પહેલા એવા સમાચાર હતા કે રાહુલ ગાંધી પાર્ટીમાં અધ્યક્ષ પદૃ સંભાળવા માટે સહમત થઇ ગયા છે. જોકે, મે 2021 માં કોંગ્રેસે દૃેશમાં કોરોનાની સ્થિતિનો હવાલો આપતા પાર્ટી અધ્યક્ષની ચૂંટણીને ટાળી નાખી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here