યુવાઓએ ટ્વીટર પર જંગ છેડતા જોવા મળ્યું પરિણામ !

યુવાઓએ ટ્વીટર પર જંગ
યુવાઓએ ટ્વીટર પર જંગ

હાલના સમયને ધ્યાનમાં લેતા રાજકોટના યુવાનોએ છેડ્યો હતો સોશિયલ જંગ

કેટલાક યુવાનોએ ટ્વિટરના માધ્યમથી હેશ ટેગ #RAJKOTNEEDSBEDPORTAL અભિયાન શરૂ કર્યું હતું

રાજકોટ શહેરમાં તેમજ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના સારવાર માટે કેટલા બેડ ખાલી છે અને કેટલા બેડ ભરેલા છે તે અંગેની માહિતી દર્શાવતું વેબ પોર્ટલ આખરે શરૂ થઇ ચૂક્યું છે. માત્ર એક ક્લિક પરથી જાણી શકાશે કે, રાજકોટ શહેર અને જીલ્લાની કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ઓક્સિજન વગરના કેટલા બેડ ઓક્સિજન યુક્ત સુવિધાવાળા તેમજ કેટલા આઇ.સી.યુ.- વેન્ટિલેટરની સુવિધા ધરાવતા બેડ અવેલેબલ છે.

Subscribe Saurashtra Kranti here

હાલ જે કોઈપણ વ્યક્તિએ રાજકોટ શહેર અને જિલ્લામાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે, કેટલા બેડ ભરેલા છે અને કયા પ્રકારના બેડ ખાલી છે તે અંગે માહિતી મેળવવી હોય તો તેમણે https://datastudio.google.com/reporting/ad497859-6594-4064-ad10-e3019d2beb2e/page/3MVCC<br />પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તે જાણી શકશે કે, કઇ હોસ્પિટલમાં કેટલા બેડ કયા પ્રકારની સુવિધા વાળા ખાલી છે.

ખાલી પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વેબ પોર્ટલમાં આંકડાઓ દર્શાવવામાં આવી રહૃાા છે. તે મુજબ કુલ ૬૮૫૬ બેડ અવેલેબલ છે. જે પૈકી હાલ ૧૭૧૪ જેટલા બેડ ખાલી પડેલા છે એટલે કે ત્યાં દર્દીઓને ભરતી કરાવી શકાય તેમ છે. ૬૮૫૬ બેડ પૈકી ઑક્સિજન સુવિધા યુક્ત બેડની સંખ્યા ૪૮૩૫ છે. જે પૈકી હાલ ૭૭૦ બેડ ખાલી પડેલા છે. જ્યારે કે આઇસીયુ સુવિધા ધરાવતા ૭૮૦ બેડ અવેલેબલ છે ૧૦૦ બેડ ખાલી છે.

રાજકોટ શહેરની પીડીયુ હોસ્પિટલ સહિત કુલ ૮૬ હોસ્પિટલમાં હાલ બેડ અવેલેબલ જોવા મળી રહૃાા છે. ત્યારે આગામી સમયમાં પણ લોકો ને સાચા આંકડાઓ જોવા મળે વેબ પોર્ટલ દ્વારા તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કેટલાક યુવાનોએ ટ્વિટરના માધ્યમથી હેશ ટેગ #RAJKOTNEEDSBEDPORTAL અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન દ્વારા યુવાનો ટ્વિટરના માધ્યમથી રાજકોટ કલેકટર રેમ્યા મોહન, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, વડોદરાના પોલીસ કમિશનર સિંઘ સહિતના લોકોને ટેગ કરતા હતા.

Read About Weather here

આમ, યંગીસ્તાન એ ફરી એક વખત પોતાની જીદ અને પોતાનો અવાજ સોશિયલ મીડિયા થકી બુલંદ કરી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે બેડ અવેલેબેલ દર્શાવતું વેબ પોર્ટલ શરૂ કરાવ્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here