યુવતીને ઝેરી કોફી પાઈ દીધી…!?

યુવતીને ઝેરી કોફી પાઈ દીધી...!?
યુવતીને ઝેરી કોફી પાઈ દીધી...!?
સિવિલમાં વિદ્યાર્થિનીને મૃત જાહેર કરાતાં સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. સુરતના વેસુની એક કોફી શોપમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવતાં સિવિલ લવાયાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની હોવાનું સામે આવતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. ઓડિશાવાસી પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ છે.

પરિવારે કહ્યું હતું કે જ્યાં સુધી છોકરાની ધરપકડ ન થાય ત્યાં સુધી દીકરીની અંતિમ વિધિ કરીશું નહિ, સમાજ સાથે છે. દીકરીના પિતા મુંબઈથી સુરત આવવા નીકળી ગયા છે. બપોર સુધીમાં સુરત આવી જશે. ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કાર્યવાહી કરાશે.

સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની મોડી સાંજની હતી.108 એમ્બ્યુલન્સમાં બે વિદ્યાર્થી-વિદ્યાર્થિને શંકાસ્પદ ઝેરી દવા પીધી હોવાની વાત સાથે સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. તપાસ કરતાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું.

આ સાંભળી સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી ભાગી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકનું નામ મધુસ્મિતા સુશાંત શાહુ (ઉં.વ 22) ડિંડોલીની રહેવાસી અને બીએડની વિદ્યાર્થિની હતી.

પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે મધુસ્મિતાના મોતના સમાચાર આઘાત સમાન હતા. એકની એક દીકરી હતી. સુરત ડિંડોલી રુક્મિણી પાર્કમાં રહેતા હતા. માતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપી રહ્યા છે

પિતા નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. દીકરીએ ભગવાન મહાવીર કોલેજમાંથી બીએ પાસ કર્યા બાદ બીએડ કરવા કામરેજની કોલેજમાં પ્રવેશ લીધો હતો.મધુસ્મિતા બીએડના પ્રથમ વર્ષમાં જ હતી. સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી.

સાંજે 6 વાગ્યા સુધી પરત ન આવતાં પરિવાર ચિંતિત હતો. ફોન કરતાં મધુસ્મિતાનો ફોન બંધ આવતાં દોડધામ કરવા મજબૂર હતા. કામરેજ કોલેજ પર જતાં કોલેજ બંધ હતી. પોલીસની મદદ લેતાં જાણવા મળ્યું કે ખટોદરા પોલીસનો સંપર્ક કરો એવી સલાહ મળી હતી.

સોમવારે રાત્રે 12:30 વાગે NGO અને પોલીસે મધુસ્મિતાનું મોત થયું હોવાનું પરિવારને જણાવી કોલેજ બેગ અને મોપેડ આપી હતી. આ સાંભળી માતા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. મધુસ્મિતાના મોતને લઈ પરિવાર આશ્ચર્યમાં પડી ગયો હતો.

અમારી દીકરી આપઘાત કેમ કરે એવા અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા. કોલેજમાં સાથે અભ્યાસ કરતો મદની નામનો વિધર્મી વિદ્યાર્થી બીએના છેલ્લા વર્ષમાં મધુસ્મિતાને મેસેજ કરી હેરાન પણ કરતો હતો. બહેનપણીઓએ રહસ્યો ખોલતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.

પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે કોફી શોપના સંચાલકે કહ્યું કે બે કલાકથી એકની એક જગ્યા પર બેસેલા જોઈ શંકા જતાં પૂછવા ગયા ને બન્ને ટેબલ પર જ ઢળી પડ્યાં હતાં. તાત્કાલિક 108ને બોલાવી સિવિલ મોકલ્યા હતા.

ઓડિશા પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.મૃતકના પિતરાઈ ભાઈ પરીક્ષિતે જણાવ્યું હતું કે મારી બહેન કોલેજ જવાનું કહીને ગુમ થઈ ગઈ હતી.

અમે ફોન કરતાં પણ ફોન સતત બંધ આવતો, તપાસ કરી. આખરે પોલીસ સ્ટેશન ગયા,. ડિંડોલી. ત્યાંથી પોલીસે ફોન કર્યો તો ખટોદરા પોલીસ સ્ટેશન આવવા કહેવાયું હતું. આખરે તેનો મૃતદેહ મળ્યો.

પણ ફોન 3 કલાક કેમ બંધ હતો એની સાથે આવેલો યુવક કોણ હતો. તે કેમ નાસી ગયો સહિતના અનેક સવાલો છે. સીસીટીવી કોફી શોપના ચેક થવા જોઈએ અને તમામ મુદ્દે યોગ્ય તપાસ થાય એવી અમારી માગ છે.

કોફી શોપમાં ફેમિલી કેબિન બનાવ્યા હોવાનું અને યુવતી કોઈ યુવક સાથે કેબિનમાં બેસી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ બંધ કેબિનમાંથી શંકાસ્પદ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવેલી યુવતીને યુવકે ઝેરી દવા પીવડાવી કે, પછી પીધી હોય એવા અનેક પ્રશ્નો પોલીસ માટે તપાસનો વિષય બન્યા છે.

એટલું જ નહીં પણ કોફી શોપમાં કેબિન પરવાનગી સાથે બન્યા કે ગેરકાયદેસર બન્યા એ પણ તપાસનો વિષય છે. એટલું જ નહીં પણ પત્ની સાથેના વાત વિવાદ બાદ પિતા-પુત્ર એકલા રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

Read About Weather here

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિનીના રહસ્યમય મોત કેસમાં સિવિલમાંથી સારવાર અધૂરી છોડી ભાગી ગયેલો વિધર્મી યુવકની જનતા માર્કેટમાં મોબાઇલ શોપ હોવાનું અને પિતા સાથે રહેતો હોવાનું સામે આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here