યુક્રેનનો દાવો- 800થી વધુ રશિયન સૈનિક માર્યા ગયા…!

યુક્રેનનો દાવો- 800થી વધુ રશિયન સૈનિક માર્યા ગયા…!
યુક્રેનનો દાવો- 800થી વધુ રશિયન સૈનિક માર્યા ગયા…!
ઝેલેન્સકીએ કહ્યું કે કિવમાં ઘૂસેલી રશિયન સેનાનો પ્રથમ ટારગેટ હું જ છું.તેઓ મને મારીને દેશમાં અસ્થિરતા પેદા કરવા માગે છે. યુક્રેનને રશિયાની સાથે લડાઈમાં એકલું છોડી દેવાયું છે. પૂર્વ યુરોપમાં લાંબા સમય સુધી તણાવ બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂઆત થઈ ચુકી છે. રશિયાએ યુક્રેન પર આકાશ અને જમીન બંને તરફથી યુક્રેન પર હુમલો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ રશિયન હુમલાનો સામનો કરવા માટે સમગ્ર સેનાને ઉતારી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રથમ દિવસની લડાઈમાં જ 137 લોકોનાં મોત થયા છે. યુક્રેન દાવો કરે છે કે તેની સેનાએ 800થી વધુ રશિયન સૈનિકોને માર્યા છે. 30 રશિયન ટેન્ક અને 7 જાસૂસી એરક્રાફ્ટનો પણ નાશ કર્યો છે.રશિયાની સેના સાથે મુકાબલો કરવા માટે યુક્રેનની સરકારે નાગરિકોને 10,000 રાઈફલો આપી છે. યુક્રેનની રાજધાની કિવમાં હજુ પણ વિસ્ફોટો ચાલુ છે. CNNના અહેવાલો અનુસાર યુક્રેનની રાજધાની કિવમાં આજે સવારે 3 મોટા વિસ્ફોટ થયા છે.

રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકો માર્યા ગયા છે, જ્યારે 316 લોકો ઘાયલ છે. યુએસ અહેવાલો અનુસાર, યુક્રેન પર રશિયા દ્વારા કુલ 203 હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં 160 હુમલા મિસાઈલના હતા અને 83 જમીન આધારિત લક્ષ્યોને ટારગેટ કરવામાં આવ્યા હતા.જો કે યુક્રેન પર હુમલા પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દુનિયાની સાથે ઘરઆંગણે પણ નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન પર હુમલાના વિરોધમાં રશિયનોએ અનેક શહેરોમાં દેખાવકારોએ વિરોધ પ્રદર્શનો કર્યા. જેના પછી 1700 લોકોની ધરપકડ કરવામાં આવી.રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકો માર્યા ગયા છે, જ્યારે 316 લોકો ઘાયલ છે.

Read About Weather here

યુક્રેનની સરકારે 18 થી 60 વર્ષની વયના પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.યુક્રેનનો દાવો છે કે તેણે રશિયાને ઘણું નુકસાન કર્યું છે. યુક્રેનના રક્ષા મંત્રી હન્ના મલ્યાર અનુસાર, 7 રશિયન એરક્રાફ્ટ, 6 હેલિકોપ્ટર, 30 ટેન્ક નષ્ટ કરવામાં આવી છે.યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયા સામે મુકાબલો કરવા માટે સમગ્ર સેનાને ઉતારી દીધી છે. યુક્રેનની રાજધાની કિવમાં આજે પણ બ્લાસ્ટ ચાલુ છે. કિવમાં આજે સવારે ત્રણ મોટા બ્લાસ્ટના અહેવાલ છે.ઝેલેન્સકીએ દેશ છોડવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેણે આરોપ લગાવ્યો કે રશિયા સાથેની લડાઈમાં અમે એકલા પડી ગયા છીએ. ઝેલેન્સકી કહે છે કે હું જ રશિયનોનો પ્રથમ ટારગેટ છું.રશિયન દળોનો સામનો કરવા માટે યુક્રેનના નાગરિકોને 10 હજાર રાઈફલો આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here