મોરબીમાં પારદર્શક તપાસ કરો: વડાપ્રધાનનો સાફ આદેશ

મોરબીમાં પારદર્શક તપાસ કરો: વડાપ્રધાનનો સાફ આદેશ
મોરબીમાં પારદર્શક તપાસ કરો: વડાપ્રધાનનો સાફ આદેશ
મોરબીના પુલ દુર્ઘટનાગ્રસ્તોના શોકમાં અને દુ:ખમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. ત્યારે ખુબ જ ભાવુક અને સંવેદનશીલ દ્રશ્યો સર્જાયા હતા. વડાપ્રધાન મોદીએ ઝૂલતા પુલ દુર્ઘટનાની પારદર્શક અને ઊંડી તપાસની તાકીદ કરી વડાપ્રધાન દિવંગતોના પરિવારજનોને મળ્યા અને એમના આંસુ લૂછવાની સંવેદનાભરી કોશિશ કરી હતી. મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા અને એમની સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને ઘટના સ્થળે પહોંચીને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને દુર્ઘટના અંગેની તમામ વિગતો જાણી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મંગળવારે સાંજે 4 વાગ્યે વડાપ્રધાન મોરબીની મુલાકાતે પહોંચી ગયા હતા. હોસ્પિટલ પહોંચી વડાપ્રધાને ઘાયલ લોકો સાથે વાતચીત કરી હતી. ઈજાગ્રસ્ત પાંચ યુવાનો અને એક યુવતીના ખબરઅંતર પૂછ્યા હતા અને સારવાર સહિતની વ્યવસ્થાની વિગતો જાણી હતી. સારવારમાં કોઈ કચાસ રહી ન જાય અને ઉત્તમ સારવાર થાય એ જોવા વડાપ્રધાને સિવિલ હોસ્પિટલ સ્ટાફને ખાસ સુચના આપી હતી.

વડાપ્રધાન ધ્રાંગધ્રાના એક દર્દી સવિતાબેનને પણ મળ્યા હતા. દુર્ઘટનામાં સવિતાબેનના મામી કમળાબેન બારોટનું મૃત્યુ થયું હતું. વડાપ્રધાને સવિતાબેનને સાંત્વના પાઠવી હતી. એમને ઘાયલોની આપવીતી જાણી હતી. એ દરમ્યાન એક અસરગ્રસ્ત પરિવારની બાળકીના માથે હાથ ફેરવી વડાપ્રધાને સંવેદના દર્શાવી ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. આ સમયે હોસ્પિટલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રી બ્રિજેશ મેરજા અને મોરબી સિવિલના અધિક્ષક ડો.પી.કે.દૂધરેજિયા ઉપસ્થિત રહ્યા હતા.

Read About Weather here

વડાપ્રધાને તબીબો સાથે પણ વાતચીત કરી એમની પીઠ થાબડી હતી. વડાપ્રધાને એસપી કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક કરી દુર્ઘટના અંગે વિગતો જાણી હતી. પારદર્શકતાથી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.વડાપ્રધાને ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી અને દરબારગઢમાંથી રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવી, પાટીલ, મુખ્યમંત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને ઝૂલતા પુલના ટેકનીકલ પાસાની વિગતો જાણી હતી. ત્યારબાદ વડાપ્રધાને ભારતીય સેનાની ત્રણેય પાંખના જવાનો તેમજ અન્ય અલગ- અલગ રેસ્ક્યુ ટીમના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી અને રાહત તથા બચાવ કામગીરી બદલ તમામ રેસ્ક્યુ ટીમના પ્રયાસોની સરાહના કરી હતી. તેમણે બચાવ કામગીરી શરૂ કરી દેનાર ફસ્ટ રિસ્પોન્ડન્ટ એટલે કે યુવા તરવૈયાઓની પણ સરાહના કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here