મોરબીના બ્રિજને મજબુત રાખતા કિંમતી સાગના લાકડા ભેદી રીતે અલોપ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મોરબીના ઐતિહાસિક વારસા સમાન ઝૂલતા પુલની કરૂણ અને હૃદયસ્પર્શી દુર્ઘટના પાછળના કારણો ધીમે-ધીમે બહાર આવી રહ્યા છે અને રીનોવેશનના કબાટમાંથી ધીમે-ધીમે બેદરકારીના હાડકા બહાર આવી રહ્યા છે. એક એવી ચોંકાવનારી હકીકત પ્રારંભિક તપાસમાં ખુલી છે કે, ઝૂલતા પુલને મજબૂતી આપતા સાગના લાકડા અહીંથી ભેદી રીતે કાઢી લેવાયા હતા અને મજબુત સાગના લાકડાને બદલે એલ્યુમિનિયમના પાપડ જેવા પાતળા પતરા લગાડી દેવામાં આવ્યા હતા અને રીનોવેશન થઇ ગયાનો દેખાડો ઉભો કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સુમાહિતગાર સુત્રોએ જણાવ્યા મુજબ પુલના રીનોવેશનમાં માત્ર એક જ કામગીરી થયેલી દેખાય છે. સાગના કિંમતી અને ટકાવ લાકડા અલોપ થઇ ગયેલા જણાય છે ત્યારે એવો સવાલ લોકોના મનમાં ઉભો થયો છે કે, રૂ.1 કરોડની કિંમત જેટલા જુના અને મજબુત સાગના લાકડા આખરે ક્યાં પગ કરી ગયા? જાણકારોએ તપાસ બાદ કહ્યું છે કે, ઝૂલતા પુલ પર 4 ફૂટ પહોળા અને 4 ફૂટ જાડાઈ ધરાવતા સાગના લાકડા ફીટ કરવામાં આવ્યા હતા. આ લાકડા કોણ ઉપાડી ગયું? રૂ.30 લાખનો ખર્ચ બતાવીને રૂ.1 કરોડના લાકડા કોણ લઇ ગયું આ મુદ્દાની તપાસ થાય એવી લોકલાગણી છે.

Read About Weather here

મોરબીના રાજવી વાઘજી ઠાકોરે 1858 માં ઝૂલતો પુલ બનાવવાનું કામ મુંબઈની એક કંપનીને સોંપેલું હતું જેનો તમામ સરંજામ ઇંગ્લેન્ડથી આવ્યો હતો. જે તે સમયે નવો પુલ બન્યો હોવા છતાં રાજવી વાગજી ઠાકોરે એક સમયે માત્ર 15 લોકોને જ પુલ પરથી પસાર થવાની મંજૂરી આપી હતી. જયારે દુર્ઘટના બની ત્યારે સરકારી રેકર્ડ મુજબ પુલ પર 300 થી વધુ લોકો હતા. આટલી બધી બેદરકારી અને ખાસ કરીને સાગના લાકડાને પગ કઈ રીતે આવી ગયા એ મુદ્દાની ગંભીરતાથી તપાસ થવી જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here