મેયરના વોર્ડમાં ઝાડા-ઉલ્ટીના 30 કેસ; આરોગ્યની ટીમ દોડી ગઇ

મેયરના વોર્ડમાં ઝાડા-ઉલ્ટીના 30 કેસ; આરોગ્યની ટીમ દોડી ગઇ
મેયરના વોર્ડમાં ઝાડા-ઉલ્ટીના 30 કેસ; આરોગ્યની ટીમ દોડી ગઇ

એક જ એપાર્ટમેન્ટમાં કેટલાક બાળકો સહિત 30 રહેવાસીઓ બીમાર પડતા ખળભળાટ
ગટરનું પાણી લીક થઈને પીવાના પાણીની પાઈપલાઈનમાં ભળી જતા રોગચાળો વકરી ગયો

રાજકોટનાં વોર્ડ નં.12 માં આવેલા એક વિસ્તારનાં એક જ એપાર્ટમેન્ટનાં 30 રહેવાસીઓને ઝાડા-ઉલ્ટી થતા તંત્ર ધંધે લાગી ગયું છે. પીવાના પાણીમાં ગટરનું પાણી આવી ગયું હોવાથી રોગચાળો ફાટી નિકળ્યો હોવાનું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આજે સવારે એક સાથે 30 લોકોને ઝાડા-ઉલ્ટી ની ફરિયાદ થતા ખળભળાટ મચી ગયો હતો અને આરોગ્યની ટુકડીઓ પુનિતનગર ધસી ગઈ હતી. બીમાર પડી ગયેલા તમામ રહેવાસીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દર્દીઓમાં કેટલાક બાળકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર વોર્ડ નં.12 માં આવેલા પુનિતનગર વિસ્તારમાં આવેલા અવસર એપાર્ટમેન્ટમાં રહેતા 68 જેટલા પરિવારોનાં કેટલાક બાળકો સહિતનાં 30 સભ્યોને એકાએક ઝાડા-ઉલ્ટી શરૂ થઇ જતા એમ્બ્યુલન્સની સાઈરનથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

મનપા તંત્રને જાણ થતા આરોગ્યની ટુકડીઓ ધસી ગઈ હતી. બીમારોને દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને સેનીટાઈઝર તથા દવા છંટકાવ વગેરેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

એકાએક રોગચાળો ફાટી નિકળ્યો તેનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મહત્વની વાત એ છેકે આ મેયરનો વોર્ડ છે તેમાં આ ગટરનું પાણી પીવાના પાણીની પાઈપલાઈન સાથે ભળી ગયું છે

અને લોકોનાં પીવામાં આવી રહ્યું છે એવી ગંભીર ફરિયાદ સ્થાનિક રહેવાસીઓએ રોષભેર કરી હતી. ગટરનું પાણી પીવાને કારણે એકાએક રોગચાળો ભભૂકી ઉઠ્યો છે. મનપા દ્વારા યુધ્ધનાં ધોરણે પગલા લેવામાં આવે અને

પીવાના પાણીની પાઈપલાઈનનું સત્વરે રીપેરીંગ શરૂ કરી દેવાય તેવી ઉગ્ર લોક માંગણી થઇ રહી છે.આ વિસ્તારમાં આવેલા અવસર એપાર્ટમેન્ટ માટેની પાણીની પાઈપલાઈન જ્યાંથી પસાર થાય છે. તેની પાસે જ ગટર ગંગા ઉભરાઈ ગઈ છે.

પરિણામે ગટરનું પાણી ચોખ્ખા પાણી સાથે ભળી રહ્યું છે. આ અંગેની તસ્વીરો અને વિડીયો પણ સ્થાનિક લોકોએ વાયરલ કર્યા છે. જેના કારણે મનપાનાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

Read About Weather here

,મેયર જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેવા વોર્ડ નં.12 નાં એક રહેણાંક વિસ્તારમાં જવાબદાર તંત્રની ગંભીર બેદરકારી અત્યારે મનપા તંત્રનાં વહીવટ માટે અનેક પ્રશ્ર્નાર્થો ઉભા કરી રહી છે. મેયર તાત્કાલિક આદેશ છોડે તેવી શક્યતા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here