મેં તો માસુમ હું મેરા ક્યાં દોષ હે…!

મેં તો માસુમ હું મેરા ક્યાં દોષ હે...!
મેં તો માસુમ હું મેરા ક્યાં દોષ હે...!
આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવા આદેશ જારી થયા પણ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના બદલે પોલીસ મામલો રફે-દફે કરતી રહી. કુલવંત કૌર પોલીસની હેવાનિયતનો શિકાર બન્યા બાદ 16 વર્ષ સુધી પથારીવશ રહી, ન્યાય મેળવવા પત્રો લખતી રહી… છેવટે શુક્રવારે તેણે દમ તોડ્યો.

Visit Saurashtra Kranti Homepage here

જોકે, મરતી વખતે તે ન્યાયની રાહ જોતી રહી. છેલ્લા શ્વાસ સુધી પંજાબના મુખ્યમંત્રી પાસે ન્યાય માગતી રહી. કુલવંત કૌરને ન્યાય અપાવવા સર્બજીત કૌર માનૂકે સહિત પંજાબના મહિલા પંચનાં ચેરમેન મનીષા ગુલાટીએ ખાત્રી આપી હતી પરંતુ કુલવંતને ન્યાય ન મળ્યો અને છેલ્લા શ્વાસ લીધા.

પોતાની બહેનને ન્યાય અપાવવા ધક્કા ખાતા રસૂલપુરના ઇકબાલ સિંહે જણાવ્યું કે પોલીસ અધિકારી પોતાને બચાવવા એડી-ચોટીનું જોર લગાવતા હતા. અનુસૂચિત જાતિ (એસસી) પંચે 28 મેએ એસએસપીને આરોપી અધિકારીઓ સામે કાર્યવાહીનો આદેશ જારી કર્યો હતો

અને 15 દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો હતો પણ તેવું કંઇ થયું નહીં. ઇકબાલે જણાવ્યું કે 2005ની 21 જુલાઇએ સ્થાનિક પોલીસ મથકના ઇન્ચાર્જે તેને અને તેના પરિવારના લોકોને ગેરકાયદે રીતે કસ્ટડીમાં લઇ અત્યાચાર ગુજાર્યો.

2005માં જગરાઓંમાં સગીરાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું, જેના આરોપસર ઇકબાલ સિંહની ધરપકડ કરાઇ હતી. બાદમાં ઇકબાલ નિર્દોષ સાબિત થયો પણ પૂછપરછ દરમિયાન પોલીસના અત્યાચારોથી ઇકબાલની બહેનની જિંદગી બરબાદ થઇ.

Read About Weather here

ન્યાય માટે ઇકબાલે હજારો આરટીઆઇ અરજી કરીને માહિતી મેળવી પણ તેની બહેન જ નથી બચી. તે પહેલાં 14 જુલાઇએ તેની માતાને અને કુલવંતને કરંટ આપીને અપંગ બનાવી દીધા અને પોતાના કરતૂત છુપાવવા 22 જુલાઇએ ઇકબાલને હત્યાના કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દીધો. 2014ની 28 માર્ચે કોર્ટે તેને નિર્દોષ છોડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here