મુલાકાતીઓના પ્રતિસાદના આધારે, ગિરનાર રોપવેએ તેની વેબસાઇટ અપડેટ કરી…

મુલાકાતીઓના પ્રતિસાદના આધારે, ગિરનાર રોપવેએ તેની વેબસાઇટ અપડેટ કરી...
મુલાકાતીઓના પ્રતિસાદના આધારે, ગિરનાર રોપવેએ તેની વેબસાઇટ અપડેટ કરી...
મુલાકાતીઓના પ્રતિસાદના આધારે, ગિરનાર રોપવેએ તેની વેબસાઇટ અપડેટ કરી છે અને ૧લી સપ્ટેમ્બરથી દિવાળી વેકેશન માટે 100 % ઓનલાઈન બુકિંગની સુવિધા માટે વ્યવસ્થા કરી છે.

જેથી પ્રવાસીઓ તેમના ઘરેથી આરામથી ટિકિટ બુક કરીને સમય અને મહેનત બચાવી શકે, આનાથી પ્રવાસીઓ લાઈનોમાં વીતતો સમય બચાવી શકશે અને આસપાસના અન્ય રસપ્રદ સ્થળોની મુલાકાત લઈ શકશે.

ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપ-વે દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. છેલ્લી બે દિવાળીના વેકેશન દરમ્યાન ગિરનાર રોપ-વેના ઘણા મુલાકાતીઓએ રોપ-વે રાઈડ માટે માત્ર ઓનલાઈન બુકિંગ રાખવાનું સૂચન કર્યું હતું, જેથી તેઓને લાંબી લાઈનોમાં રાહ જોવી ન પડે અને રોપ-વે રાઈડ મળવાની અનિશ્ચિતતાનો સામનો ન કરવો પડે.

Visit Saurashtra Kranti Homepage here

૧લી સપ્ટેમ્બરથી ગિરનાર રોપ-વે તેના પ્રવાસીઓ માટે મુશ્કેલી વિનાની ખાતરીપૂર્વકની રોપ-વે રાઈડની સુવિધા માટે તેમની વેબસાઈટ WWW.udankhatola.com દ્વારા દિવાળી વેકેશનનું ઓનલાઈન બુકિંગ શરૂ કરે છે.

ગિરનાર રોપ-વેની દૈનિક ક્ષમતા મર્યાદિત હોઈ અને પ્રવાસી સીઝન દરમિયાન હજારો પ્રવાસીઓ આતુરતાપૂર્વક દરરોજ ગિરનાર રોપ-વે પર પહોંચે છે, તેમાંથી ઘણાને કલાકો સુધી લાંબી લાઈનોમાં રાહ જોવી પડતી હતી અને કેટલાકને રોપવેની સવારીનો આનંદ માણ્યા વિના પાછા ફરવું પડતું હતું. રોપ-વે રાઈડ મેળવવાની આ અનિશ્ચિતતા અને લાંબી લાઈનના કારણે પ્રવાસી સીઝનમાં લોકો માટે પોતાના પ્રવાસનું આયોજન કરવું અઘરું પડતું હતું.

૧લી સપ્ટેમ્બરથી દિવાળી વેકેશન માટે ગિરનાર રોપવે 100% ઓનલાઈન થવાના સમાચાર પ્રવાસીઓને મળતા હોવાથી, તેઓ સમયસર તેમની મનગમતી તારીખ અને સમયનો સ્લોટ બુક કરવા અને તેમની મુસાફરીનું સારી રીતે આયોજન કરવા માટે રાહતનો શ્વાસ અનુભવી રહ્યાં છે.

તમે ગિરનાર રોપવેની મુલાકાત લેવાના ઉત્સાહીઓમાંના એક હોવાના કારણે, આ દિવાળીની સિઝનમાં તમારા સૌથી વધુ પસંદગીના સમયનો લાભ લેવા માટે ૧લી સપ્ટેમ્બરથી www.udankhatola.comપર ત્વરિત તમારી રોપવે રાઈડ બુક કરો. બુકિંગ કરતી વખતે તમારા મનપસંદ ચુકવણી વિકલ્પ જેમ કે UPI, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ પસંદ કરો અને તમારા ઇમેઇલ પર તરત પુષ્ટિ મેળવો.

Read About Weather here

પ્રવાસીઓ ૧લી સપ્ટેમ્બરની આતુરતાપૂર્વક રાહ જુએ છે જેથી તેઓ ગિરનાર રોપ-વે માટે શક્ય તેટલી વહેલી તકે તેમની ઇચ્છિત શ્રેઠ તારીખ અને સમયનો સ્લોટ બુક કરી શકે. આ સાથે, પ્રવાસીઓ ખૂબ ખુશ, આનંદપ્રદ અને આરામદાયક રોપ-વે રાઈડની અપેક્ષા રાખી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here