મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પહેલી વખત રાજકોટ મનપાની મુલાકાત: એક ઈતિહાસ સર્જાયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રાજકોટ મહાનગરની આજની મુલાકાત અનેક રીતે અનોખી, અનેરી અને ઐતિહાસિક બની રહી હતી. પહેલીવખત મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકાની મુલાકાત લેતા મનપા માટે આજનો દિવસ ઈતિહાસનાં પાને ભાવપૂર્ણ રીતે અંકાયો છે. મનપાનાં ખાસ કાર્યક્રમમાં હાજરી આપવા સાથે મુખ્યમંત્રીએ પદાધિકારીઓ, અધિકારીઓ અને સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. મનપાનાં મુખ્ય મથકે ભુપેન્દ્ર પટેલનું ભવ્ય અને શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પહેલા સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રામપરા બેટી ખાતેનાં કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી. જ્યાં વિચરતી જાતિનાં નાગરિકોને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા આવાસની સનદ તથા નિ:શુલ્ક ગેસ સિલિન્ડરનું મુખ્યમંત્રીનાં હસ્તે વિતરણ કરાયું. ત્યારે ખૂબ જ સંવેદનાભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

વગડામાંથી વ્હાલપની કાયમી વસાહતનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિચરતી જાતિનાં નાગરિકોને મુખ્ય પ્રવાહમાં સામીલ કરવા રાજ્ય સરકાર તત્પર છે.

મુખ્યમંત્રી બપોર પછી પણ સંખ્યાબંધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. આ રીતે એમની મહાનગર યાત્રા ખૂબ જ યાદગાર અને અવિસ્મરણીય બની રહી છે.

આજે મુખ્યમંત્રીએ રાજકોટ આગમનનાં પહેલા કાર્યક્રમમાં રામપરા બેટી ગામ ખાતે વગડામાંથી વ્હાલપની વસાહત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં સામેલ થતા ખૂબ આનંદ થયો છે. કેમકે નાના- છેવાડાનાં- ગરીબ અને વંચિત નાગરિકો માટે કંઇક કરી ચૂક્યાની લાગણી થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2005 થી વિચરતા અને વિમુક્ત સમુદાયોને સ્થાયી કરવા આવાસ યોજના શરૂ કરી હતી. આ ગ્રોથ એન્જિનને આગળ ધપાવવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીનાં સંવેદનાનાં કેટલાક કિસ્સા ટાંક્યા હતા.

મુખ્યમંત્રીએ આ સમુદાયનાં પરિવારોને હૃદયસ્પર્શી અપીલ કરી હતી કે, દરેક નાગરીકે એમના સંતાનને આવશ્યપણે ભણાવવા જોઈએ. પ્રગતિનો પાયો જ શિક્ષણ છે. મુખ્યમંત્રીનાં હસ્તે વિચરતી જાતિનાં પરિવારોને 62 મકાનોની સોંપણી કરવામાં આવી હતી. પાણી અને વીજળી કનેક્શન સાથે 40 ચો.મીટર જમીન પર આ મકાનો બન્યા છે. 19 પ્લોટ ધારકોને મુખ્યમંત્રીનાં હસ્તે સનદ ફાળવવામાં આવી હતી. 300 થી વધુ લાભાર્થીઓને 40 ચો.મીટરનાં પ્લોટની ફાળવણીનાં હુકમ એનાયત કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત ઉજ્જવલા યોજના અંતર્ગત 29 લાભાર્થીઓને ભુપેન્દ્ર પટેલનાં હસ્તે નિ:શુલ્ક ગેસ સિલિન્ડરની ફાળવણી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ આ તકે 200 રૂમની હોસ્ટેલનાં નિર્માણની જાહેરાત કરી હતી. આટકોટ ખાતે પોલીસ પરિવારો માટે રૂ.648.70 લાખનાં ખર્ચે નવનિર્મિત આવાસો તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર મવડી ખાતે રૂ.1443.60 લાખનાં ખર્ચે નિર્મિત આવાસોનું ઈ-લોકાર્પણ પણ કર્યું હતું. રામપરા બેટી ગામ ખાતે સેનીટરી પેડનું વિતરણ કરતા વેન્ડિંગ મશીનનું લોકાર્પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત શુધ્ધ પાણી માટેનાં 650 આરઓ મશીનનું પણ તેમણે લોકાર્પણ કર્યું હતું.

Read About Weather here

વિવિધ ગામોનાં સરપંચોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. વિચરતા સમુદાયનાં અગ્રણી અજય સોરાણીએ મુખ્યમંત્રી શ્રી ક્ધયા કેળવણી નિધિમાં રૂ.51 હજારનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો. વિચરતા સમુદાય સમર્થન મંચની પ્રવૃતિઓ દર્શાવતી એક ટૂંકી દસ્તાવેજી ફિલ્મ પ્રસારિત કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભાનાં સભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્યો કુંવરજી બાવળીયા, ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા, રાજ્યનાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, કલેકટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here