મુંબઈમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રોડ-શો યોજાયો

મુંબઈમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રોડ-શો યોજાયો
મુંબઈમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રોડ-શો યોજાયો

ગુજરાતમાં રોકાણ માટે ઉદ્યોગ મહારથીઓ તત્પર
વિખ્યાત શેરબજારની મુલાકાત લીધી, સિધ્ધિ વિનાયક મંદિરનાં દર્શન

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ 2022 અંતર્ગત મહાનગર મુંબઈમાં બીજો રોડ-શો પરીપૂર્ણ કર્યો હતો. એક દિવસની મુલાકાત દરમ્યાન અનેક કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

અગ્રણી ઉદ્યોગકારોએ વાયબ્રન્ટમાં જોડાવા અને રાજ્યમાં મૂડીરોકાણ કરવાની તત્પરતા બતાવી હતી.મુખ્યમંત્રીએ અગ્રણી ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠક કરી હતી અને સરકાર તરફથી ઉદ્યોગકારો અને મૂડી રોકાણકારોને જરૂરી તમામ સહયોગની ખાતરી આપી હતી.

મુખ્યમંત્રીએ સૌ પ્રથમ ટાટા સન્સનાં ચેરમેન નટરાજ ચંદ્રશેખરને મળી ચર્ચા કરી હતી. ટાટા કંપની કેવડીયા ખાતે હોટેલ બાંધવાની ખાતરી આપી હતી. સાણંદ પ્લાન્ટમાં પણ નવું રોકાણ કરવામાં આવનાર છે.

એ પછી કોટક મહિન્દ્ર બેંકનાં એમડી ઉદય કોટક પણ મુખ્યમંત્રીને મળ્યા હતા. સ્વાન એનર્જીનાં વડા નિખીલ મર્ચન્ટ પણ મળ્યા હતા અને ગુજરાતનાં પ્રોજેક્ટમાં રોકાણો અંગેની માહિતી આપી હતી.

મુખ્યમંત્રીએ મુંબઈની વિખ્યાત શેરબજારની મુલાકાત પણ લીધી હતી. તેમણે મુંબઈ સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓ નિહાળી હતી. ગાંધીનગર ગીફ્ટસીટીને આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ સર્વિસનું મથક બનાવવા અંગે ભુપેન્દ્ર પટેલે શેરબજારનાં પદાધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી.

દિવસભરનાં કાર્યક્રમો બાદ મુખ્યમંત્રીએ મુંબઈનાં સુપ્રસિધ્ધ સિધ્ધિ વિનાયક મંદિર જઈને શ્રધ્ધાપૂર્વક ગણેશજીનાં દર્શન કર્યા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બેંક ઓફ અમેરિકાના ઇન્ડિયા હેડ કાકુ નખાટે સાથે થયેલી બેઠક ખૂબ મહત્વની હતી.

તેમણે બેંકનાં ગુજરાતનાં પ્રોજેક્ટ વિશે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. ગીફ્ટસીટીનાં કેમ્પસમાં બેંક ઓફ અમેરિકાનું કેન્દ્ર અને બિઝનેસ સર્વિસ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જેનાથી રાજ્યમાં યુવાનોને મોટાપાયે રોજગારીનો અવસર ઉભો થશે.

અંબુજા સિમેન્ટ અને એસીસીનાં સીઈઓ નીરજ અખૌરીએ પણ રાજ્યમાં વ્યવસાય રોકાણ વધારવાની ઉત્સુકતા બતાવી હતી. સન ફાર્માએ પણ વધુ રોકાણ કરવાની તૈયારી બતાવી હતી. અનેક ઉદ્યોગકારો મુખ્યમંત્રીને મળ્યા હતા.

Read About Weather here

મુખ્યમંત્રીએ એમને ગુજરાતમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીની સાથે મુલાકાતમાં રાજ્યનાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્ર્વકર્મા અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here