મારે ઘરે નથી જવું : 13 વર્ષીય દીકરી…!

મારે ઘરે નથી જવું : 13 વર્ષીય દીકરી...!
મારે ઘરે નથી જવું : 13 વર્ષીય દીકરી...!
મારે ઘરે નહીં જવું..’ સિદ્ધપુરના ગ્રામ્ય વિસ્તારની 13 વર્ષની કિશોરી તેના સાવકા પિતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નિકળી ગઇ અને શહેરની અજાણ ગલીઓમાં ઠોકરો ખાવા મજબૂર બની ગઇ. મારા દુઃખની તમને ખબર પડે નહીં, બાકી તમને ક્યારેય થયું છે કે ઘરે નથી જવું?

Visit Saurashtra Kranti Homepage here

આવી જ કંઇક વેદના એ 13 વર્ષની કિશોરીની હતી. તેના શબ્દો હતા કે, ‘મને મારા પિતા લાકડીએ લાકડીએ મારે છે આમ તો આપણે દીકરીને ગાય માનીએ છીએ.

કહેવત છે કે ‘દીકરી અને ગાય દોરે ત્યાં જાય’ પણ આ કિસ્સામાં 13 વર્ષીય દીકરી પોતાના સાવકા પિતાની મારઝૂડથી કંટાળી પહેરેલે કપડે ઘરેથી નિકળી ગઇ હતી.

181ની ટીમે ઘણું સમજાવી પણ કિશોરી પિતાના ત્રાસથી એટલુ કંટાળી ગઇ કે ઘરે જવા તૈયાર જ ન થઇ અને છેવટે અભયમની ટીમે તેને સુરક્ષિત આશ્રયગૃહમાં મોકલી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી.

સિદ્ધપુરના એક ગામમાં માતાએ બીજા લગ્ન કરતાં કિશોરી માતા સાથે સાવકા પિતાના ઘરે રહેતી હતી, પણ કિશોરીને કોઇ પ્રકારની આઝાદી ન હતી. તેને બસ ઘરમાં જ રહેવાનું હતુ.

ઘરકામ કરી ચાર દિવાલોમાં બંધ રહેવા છતાં તેના સાવકા પિતા તેના પર ત્રાસ ગુજારતાં હતા. કિશોરીની સુરક્ષા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરતા કાઉન્સિલર લક્ષ્મીબેન

અને એએસઆઈ બબીબેન બન્ને મહિલા કર્મીઓ સ્થળ પર પહોંચી કિશોરીને સાથે લઈ આવી આશ્વાસન આપી તેને ઘરે મોકલી આપવા માટે સમજાવટ કરી હતી, પરંતુ કિશોરી પિતાના ત્રાસના ભયથી ઘરે જવા તૈયાર ન હોય

તેને સુરક્ષિત આશ્રયગૃહમાં મોકલી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી.આખરે આ ત્રાસથી કંટાળીને કિશોરી ઘરેથી નિકળી સિદ્ધપુર શહેરમાં આવી ગઇ, શહેરની અજાણ ગલીઓમાં ઠોકરો ખાવા માટે મજબૂર થઇ ગઇ.

Read About Weather here

કિશોરીને એકલા ઠોકરો ખાતા જોઇ કોઇ જાગૃતને શંકા ગઇ અને તેની જોડે વાત કરી તો તેની વેદના સાંભળીને પગ નીચેથી જમીન સરકી ગઇ. ત્યારબાદ જાગૃક નાગરિકે 181 અભયમને ફોન કરી જાણ કરી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here