માંડા ડુંગર વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા 15થી વધુ કારખાનાઆને મનપાની નોટીસ, છતાં જૈસે થે જેવી સ્થિતિ

માંડા ડુંગર વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા 15થી વધુ કારખાનાઆને મનપાની નોટીસ, છતાં જૈસે થે જેવી સ્થિતિ
માંડા ડુંગર વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા 15થી વધુ કારખાનાઆને મનપાની નોટીસ, છતાં જૈસે થે જેવી સ્થિતિ
ગેરકાયદેસર અને સુચિત વિસ્તારોમાં તેમજ કોમન પ્લોટમાં કરેલ બાંધકાનો સર્વ કરીને તેને પાડવા માટે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે એક વાત કહી શકાય કે કદાચ મનપા તંત્રને આજીડેમ વિસ્તારમાં આવેલ માંડા ડુંગર અને રાંદરડા તળાવ નજીક થયેલ ગેરકાયદે બાંધકામ નજરે પડ્યા નથી. રાંદરડા તળાવની જમીનો પણ કારખાનાઓ દ્વારા કબ્જે કરીને ગેરકાયદેસર કારખાનાઓ ઉભા કરીને ભઠ્ઠીઓ ધમધમતી કરી દીધી છે કે જાણે તેને કોઇ નિયમ જ લાગુ પડતો ન હોય તે રીતે! પરશુરામ ઇન્સ્ટ્રીઝમાં અનેક કારખાનોઓ ધમધમી રહ્યા છે. જેના કારણે તે રહેણાંક વિસ્તારમાં પ્રદુષણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયુું છે.

Visit Saurashtra Kranti Homepage here

કારખાના ધારકો કારખાનામાં ગેરકાયદે ભઠ્ઠીઓ ચલાવે છે તેનો કચરો છેક ભાવનગર રોડ આરકે યુનિવર્સિટીના ગેટ સુધી પાથરી દેવામાં આવે છે. ભઠ્ઠીમાંથી કેમિકલનો ઝેરી અને નુકશાનકારક કચરો ખુલ્લે આમ નાખી દેનાર સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે જોવનું રહ્યું અને કારખાનોને તાત્કાલીક બંધ કરવા તેના વિરૂધ્ધ યોગ્ય પગલા લેવા જોઇએ તેવો સ્થાનિક રહીશોમાં શુર ઉઠ્યો છે. અને પોલ્યુશન બોર્ડના અધિકારીઓએ આ ધમધકતી ભઠ્ઠીઓ પાસેથી વહીવટ કર્યાની ચર્ચાઓ પણ વહેતી થઇ છે.

Read About Weather here

આ કારખાનાઓમાં ચાલતી ભઠ્ઠીઓ ખૂબ જ જોખમ કારક હોય છે. છતાં આવા જોખમકારક કામગીરીમાં બાળ મજુરો દ્વારા કામગીરી કરવામાં આવે છે જે ખરેખર ગુનાહીત પ્રવતિ ગણી શકાય. ત્યારે તંત્ર દ્વારા 15 થી વધુ કારખાનેદારોને નોટીસ અપાઇ હતી. પરંતુ નોટીસ આપ્યા બાદ હજુ પણ પરિસ્થતિ પહેલા જેવી જ છે કંઇ સુધારો આવ્યો નહીં. હવે તે તંત્રની નિષ્ક્રીયતા ગણી શકાય છે પછી શું તે નક્કી કરી શકાય તેમ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here