મસ્તી મસ્તી મા મોત મળ્યું…!

મસ્તી મસ્તી મા મોત મળ્યું...!
મસ્તી મસ્તી મા મોત મળ્યું...!
મળતી માહિતી મુજબ, છિંદવાડા શહેરથી માત્ર 15 કિમી દૂર સ્થિત માંકદેહી ખુર્દ ગામમાં રહેતા મનોજ યુવનાતિ નામના યુવકે તેના જ ઘરમાંથી રસેલ વાઇપર પકડ્યો હતો. મધ્યપ્રદેશના છિંદવાડામાં એક યુવકને સાપ સાથે રમવાનું ભારે પડ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લાના ઉમરેઠ તાલુકાના માંકદેહી ખુર્દમાં એક યુવક રસેલ્સ વાઇપર પ્રજાતિના સાપને પકડીને ફરતો હતો. આ સમયે સાપે તેને ડાબા હાથમાં ડંખ માર્યો. ડંખ માર્યા બાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો પડ્યો જો કે, હૉસ્પિટલ પહોંચે એ પહેલાં જ તેનું મોત થયું હતું.

સાપ સાથે મસ્તી કરતા યુવકનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.આ પછી મનોજે સાપને હાથમાં લીધો અને તેની સાથે રમવા લાગ્યો. સાપ સાથે રમતા જોઈ સ્થળ પર હાજર લોકોએ મનોજને આ રીતે રમવાથી રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેણે સાંભળ્યું નહીં.

દરમિયાન મનોજના હાથ પર સાપે ડંખ માર્યો હતો, જે વીડિયો વાઇરલ થયો હતો. સાપ કરડતાંની સાથે જ મનોજે રસેલ વાઇપર છોડી દીધો હતો. યુવકની બગડતી હાલત જોઈને પ્રત્યક્ષદર્શીઓએ યુવકને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાંથી તેને નાગપુર રિફર કરવામાં આવ્યો.

Read About Weather here

પરંતુ નાગપુર પહોંચે એ પહેલાં જ યુવકનું રસ્તામાં મોત થયું હતું. આ સમગ્ર ઘટના હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. મનોજ કેવી રીતે સાપ સાથે રમી રહ્યો હતો એ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here