મનપા દ્વારા સેન્ટ્રલ ઝોન ખાતે કંટ્રોલરૂમ શરૂ કરાયો

મનપા દ્વારા સેન્ટ્રલ ઝોન ખાતે કંટ્રોલરૂમ શરૂ કરાયો
મનપા દ્વારા સેન્ટ્રલ ઝોન ખાતે કંટ્રોલરૂમ શરૂ કરાયો

કોરોનાની કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા
કુલ 100 ધન્વંતરી રથ શરૂ કરાયા, 50 સંજીવની રથ શરૂ કરાશે

વર્તમાન સમયમાં કોરોનાની મહામારીની ત્રીજી લહેર આગળ વધતી જાય છે ત્યારે સાવચેતીના ભાગરૂપે ઝુંબેશ હાથ ધરી મહાનગરપાલિકા દ્વારા જુદી-જુદી કામગીરી શરૂ કરવામાં આવેલ છે. હાલમાં શહેર ભરમાં 50 ધનવંતરી રથ કાર્યરત હતા તેમાં બીજા 50નો વધારો કરી કુલ 100 ધન્વંતરી રથ ચાલુ કરવામાં આવેલ છે તેમાં 1 ડોક્ટર અને 1 પેરા મેડીકલ સ્ટાફ ફરજ પર છે તેઓ શહેરના કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત હોમ આઈસોલેશન દર્દીની સારવાર માટે 50 સંજીવની રથ આજથી કાર્યરત કરવામાં આવનાર છે તેમાં 1 ડોક્ટર અને 1 પેરા મેડીકલ સ્ટાફ ફરજ પર રખાયા છે.

વિશેષમાં, કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરીમાં પહેલા માળે રૂમ નં.1માં કંટ્રોલ રૂમ(વોર રૂમ) શરૂ કરવામાં આવેલ છે જ્યાંથી આ તમામ કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવે છે. શહેરમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તથા એરપોર્ટ પર 24/7 સ્કીનીંગની કામગીરી કરવામાં આવે છે. તેમજ આકાશવાણી ચોક, રૈયા ચોક, કે.કે.વી. ચોક, લીમડા ચોક તથા મવડી ચોક ખાતે કોરોના ટેસ્ટીંગ બુથ કાર્યરત છે.

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 15 થી 18 વર્ષની વયના બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરાવેલ છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પણ વેક્સિનની ઝુંબેશ હાથ ધરાયેલ છે જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.03/01/2022 થી તમામ સ્કુલોમાં 15 થી 18 વર્ષની વયના બાળકોને 93 જેટલી ટીમ બનાવી વેક્સિનનો પ્રારંભ કરાયેલ જેમાં તા.03/01/2022 થી તા.05/01/2022 દરમ્યાન ક્રમશ: 14,374, 18,366 અને 13,138 મળી કુલ 45,878(એટલે કે 56%) બાળકોને વેક્સીન આપવામાં આવેલ છે.

આ ઉપરાંત 18 થી વધુ વયના લોકોને વેક્સિન આપવાના 11,42,093ના લક્ષ્યાંકની સામે 12,88,015 લોકોને વેક્સિન આપી 112.78% લક્ષ્યાંક સિદ્ધ કરેલ છે તેમજ વેક્સિનના બીજા ડોઝમાં 10,62,649ની સામે 9,63,551 લોકોને વેક્સિન આપી 96.7% લક્ષ્યાંક સિદ્ધ કરેલ છે.

Read About Weather here

અંતમાં, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી પુષ્કરભાઇ પટેલ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન જણાવ્યું છે કે, મહાનગરપાલિકા દ્વારા કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા તંત્રને સુસજ્જ કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here