મનપાના જનરલ બોર્ડમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

મનપાના જનરલ બોર્ડ
મનપાના જનરલ બોર્ડ

વિપક્ષનો માસ્ક પહેરી અનોખો વિરોધ

મનપાના જનરલ બોર્ડમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા મનપા

રાજકોટ મનપાનું આજે જનરલ બોર્ડ છે. ત્યારે વિપક્ષના સભ્યો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ 4 કોર્પોરેટરે પહેરેલા માસ્ક પર વિવિધ લખાણ લખવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, મોદી સાહેબ રાજકોટના નેતાઓને પૂછો કોરોના સમયે ક્યાં હતા, જનરલ બોર્ડમાં પ્રજાના અગત્યના પ્રશ્નોની જ ચર્ચા કરવી, લોકો પાસેથી એકત્ર કરવામાં આવેલો દંડ પાર્ટી ફંડમાં ઉપયોગ ન કરવો અને કોરોના મૃત્યુના સાચા આંકડા આપો…

Subscribe Saurashtra Kranti here


7 દરખાસ્તો ફટાફટ મંજુર

જનરલ બોર્ડમાં આસી. કમિશ્નરની ઓબીસી કેટેગરીના પસંદગી પામેલ ઉમેદવાર હાજર ન થતા વેઇટીંગમાં રહેલ ઉમેદવારની નિમણુંક ત્યા અરવિંદભાઇ મણીયાર પુસ્તકાલયમાં કોર્પોરેટરની સભ્ય પદે નિમણુંક કરવા, કેનાલ રોડ, જીન પ્રેસ રોડ પર આવેલ જાહેર યુરીનલ દુર કરવા મનપાની વિવિધ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનોના વેચાણ, મનપા.ના કોમર્શીયલ પ્લોટોનું વેચાણ, મ.ન.પા. દ્વારા નેશનલ સેમ્પલ સર્વે કચેરીને જમીન વેચાણ તથા જડુસ રેસ્ટોરન્ટ સામે આવેલ. ચંદ્રશેખર આઝાદ ગાર્ડનમાંથી સુલભ શૌચાલય દુર કરવા સહીત 7 દરખાસ્તોનો નિર્ણય લેવાશે.


શહેરીજનોને સોશિયલ ડિસ્ટન્સની સલાહ આપતા અધિકારીઓના કાટલા જુદા!

કોરોના અને વાવાઝોડાની ચર્ચા માત્ર નામની!

બહુમતીના જોરે બધુ મંજુર : શહેરના પ્રથમ નાગરિક યુવા મેયર ડો.ડવને નાગરિકોના હિતના પ્રશ્ર્નો માટે વધુ સમય આપતા કોણ રોકે છે?

પ્રદુષણને ધટાડવા સાયકલ શેરીંગ પ્રોજેકટ-ઇબ્રાઇક પ્રમોશન પ્રોજેકટ, ખાનગી મિલકત પરના હોર્ડીંગસના નવા નિયમોને ઠરાવ મંજુર : ડેટા ઓપરેટર સવર્ગના પગાર વધારાની દરખાસ્ત પેન્ડીંગ

રાજકોટ મનપાનું આજે સ્વ. રમેશભાઈ છાયા હોલમાં જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં ભાજપ પક્ષના 68 કોર્પોરેટર – કોંગ્રેસના 4 કોર્પોરેટર મળી કુલ 70 કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ભાજપ-કોંગ્રેસનાં રર કોર્પોરેટરોએ કુલ 36 પ્રશ્નો પુછયા છે. જેમાં મોટા ભાગનાં પાણીની સમસ્યા અને કોરોના સારવાર સબંધીના પુછવામાં આવ્યા છે. 7 દરખાસ્તોને બહુમતેથી મંજુર કરવામાં આવી હતી.સિંચાઈ પ્રશ્ને વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠિયાએ આઈ.એ.એસ અધિકારી સમક્ષ આંગળી લાંબી કરી પ્રશ્ન પૂછતાં માહોલ ગરમાયો હતો. ભાજપના કોર્પોરેટરો મર્યાદામાં રહી પ્રશ્નો પૂછવા જણાવતા મામલો ગરમાયો હતો.

મ્યુન્સીપલ કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાનેથી વિકાસ કાર્યો અમલમાં મુકવામાં આવ્યા હતા.જેમાં વધતા જતા પ્રદુષણ ઘટાડવા સાયકલ શેંરીગ પ્રોજેકટનો વ્યાપ વધારવા પ્રમોશન પ્રોજેકટના નવા નિયમો તથા ઇ બાઈક પ્રમોશન પ્રોજેકટ અંગે ઠરાવ પસાર કરી નિર્ણય લીધો હતો.આ ઉપરાંત ખાનગી મિલકત પરના હોર્ડીંગ બોર્ડના નિયમો નિયત કરવા અંગે ઠરાવ પસાર કર્યો હતો.જુનિયર ડેટા એન્ટ્રી ઓપરેટરના પગાર વધારાના ધોરણને પુન વિચારણા માટે મુલતવી રાખ્યા હતા.

બોર્ડમાં પ્રથમ પ્રશ્ન ભાજપનાં કોર્પોરેટર કંચનબેન સિધ્ધપુરાએ પાણી અને જગ્યા રોકાણ વિભાગ સંબંધે પુછયો છે.

કોંગ્રેસનાં વોર્ડ નં.15નાં કોર્પોરેટર કોમલબેન ભારાઇએ પ્રિમોન્સુન કામગીરી, રખડુ ઢોરનાં પ્રશ્નો પુછયા છે. જયારે કોંગ્રેસનાં જ ભાનુબેન સોરાણીએ વોર્ડ નં. 3,5,6, 15, 16નાં ગેરકાયદે બાંધકામોને કેટલી નોટીસ અપાઇ, વોંકળા સફાઇના પ્રશ્નો પુછયા છે.

કોંગ્રેસના ત્રીજા કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ મનપા.ના કોલ સેન્ટરમાં કેટલી ફરીયાદો મળી કેટલીનો નિકાલ થયો અને મનપા.ની મિલ્કતો કેટલી છે તથા 2015 પછી કેટલી નવી મિલ્કતો ખરીદી તે બાબતનાં પ્રશ્નો પુછયા છે. જયારે પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ કોરોનામાં વોર્ડવાઇઝ કેસ કેટલા? આરોગ્ય કેન્દ્રમાં કેટલી જગ્યા ખાલી છે?

કોરોના માટે કેટલા વાહનો ભાડે રાખ્યા? વોર્ડવાઇઝ કેટલા મૃત્યુ થયા? કેટલી લેબોરેટરી, કેટલા દવાખાના વગેરે પ્રશ્નો ? રાજકોટને સિંચાઈ માટે કેટલું પાણી મળે છે? ક્યાં ક્યાં ડેમનો વિકાસ કરવાનો છે ? શુદ્ધ પાણી ક્યારે મળશે સહિતના પ્રશ્નો પૂછ્યા હતા.

Read About Weather here

જયારે ભાજપના પરેશ પીપળીયાએ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને વર્કશોપનાં-ર, રાજેશ્રીબેન ડોડીયાએ સ્ટ્રીટ લાઇટના-1, કેતન પટેલે પાણી વિતરણ અંગ, નયનાબેન પેઢડીયાએ પ્રોજેકટ વિભાગ અંગે, જયોત્સનાબેન ટીલાળાએ આરોગ્ય અને સોલીડ વેસ્ટ, મનીષભાઇ રાડીયાએ આરોગ્ય, ટેકસ, ટેકસનો 3 પ્રશ્નો, અશ્વીનભાઇ પાંભર-ગાર્ડનનો -1 પ્રશ્ન, ભાનુબેન બાબરીયા ડ્રેનેજ, રોશની, આરોગ્યનાં-3 પ્રશ્નો, ડો.દર્શનાબેન પંડયા પાણીનો-1 પ્રશ્ન, નરેન્દ્રભાઇ ડવ રોશની, સિંચાઈના આરોગય, બાંધકામના-3 પ્રશ્નો, દેવાંગભાઇ માંકડ બાંધકામ ટી.પી.ના-2 પ્રશ્નો એમ ઉકત તમામ મળી કુલ 33 પ્રશ્નોની ઝડી જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછ્યા હતાં.

અંતિમ સમયે પૂર્વ ડેપ્યુટી મેયર હરગોવિદભાઈ વ્યાસ , પૂર્વ કોર્પોરેટર સતુભા વેલુભા જાડેજા , પૂર્વ કોર્પોરેટર કરશનભાઇ વાઘેલા માટે બે મિનિટનું મોન પદાધિકારી – અધિકારીએ પાડ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here