ભ્રષ્ટાચારના અન્યાયને ખતમ કરવાનો છે: મોદી

ભ્રષ્ટાચારના અન્યાયને ખતમ કરવાનો છે: મોદી
ભ્રષ્ટાચારના અન્યાયને ખતમ કરવાનો છે: મોદી

કેવડીયાની સીવીસી-સીબીઆઇ કોન્ફરન્સને વીડિયો સંબંધોન: યુપીના બૌધ્ધ ધર્મસ્થાન કુશીનગરના એરપોર્ટનું પણ ઉદ્ધાટન કર્યુ

ગુજરાતના કેવડીયા કોલોની ખાતે યોજાયેલી સીવીસી અને સીબીઆઇની સંયુકત કોન્ફરન્સને વીડિયો સંબંધોન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના અન્યાયને આપણે ખતમ કરવાનો છે. ન્યાયથી જ સુરાજય સંભવ છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાને જણાવ્યું કે, આજે દેશ આત્મનિર્ભર બનવાના માર્ગે ઝડપથી આગળ વધી રહયો છે. ભ્રષ્ટાચારથી થતા ન્યાયને આપણે સાવ નીરમુળ કરવાનો છે. મારી સરકાર ગરીબોને લુટનારને બિલકુલ છોડતી નથી.

ડાપ્રધાને વીડિયો કોન્ફરન્સ સંબોધન બાદ ઉત્તરપ્રદેશના બૌધ્ધ ધર્મ સ્થાન કુશીનગરના એરપોર્ટનું પણ ઓનલાઇન લોકાપર્ણ કર્યુ હતું. યુપી અને બિહારના વિકાસ અને રોજગારી માટે મહત્વપૂર્ણ એવા એરપોર્ટનું રૂ.260 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.

કુશીનગર બૌધ્ધ ધર્મનું જાણીતું ધર્મ સ્થાન છે. જેમાંથી દેશ-વિદેશમાંથી બૌધ્ધ સહેલાણીઓને કુશીનગરની મુલાકાત લેવાનું સરળ બનશે અને આંરરાષ્ટ્રીય હવાઇ સુવિધા ઉપલબ્ધ બનશે.

વડાપ્રધાને સંબંધોનમાં જણાવ્યું હતું કે, બૌધ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુધ્ધના મહાનિર્માણની જગ્યા કુશીનગર એક એવું તીર્થ સ્થાન છે જે આસ્થા અને પ્રેરણા સાથે જોડાયેલુ છે.

કુશીનગર એરપોર્ટ પરથી વિશ્ર્વભરના બૌધ્ધ ધર્મના તીર્થ સ્થાનોને આવરી લેતી વિમાન સેવાઓ શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બૌધ્ધ ધર્મી લગભગ 15 દેશોના રાજદુતોએ પણ ખાસ હાજરી આપી હતી.

Read About Weather here

શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રરાજ પક્ષેના પુત્ર નમલ અને લંકાના 100થી વધુ બૌધ્ધ સાધુઓ વીડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહયા હતા.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here