ભીમ અગિયારસ નું મૂહર્ત સાચવતા સુકાનીઓ

કાલાવડ રોડ પર ચાલતું જુગારધામ ઝડપાયું
કાલાવડ રોડ પર ચાલતું જુગારધામ ઝડપાયું

શહેર માં જુદા જુદા છ સ્થળોએ જુગારના દરોડા : 10 મહિલા સહીત 42 પતા પ્રેમી ઝડપાયા

મધરવાડા, ગોકુલનગર આવાસ, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ સરસ્વતી નગર, પેડક રોડ આવાસ ક્વાટર, અને નારાયણ નગરમાં પોલીસે દરેડો પાડી રૂ.1.17 લાખની રોકડ કબજે કરી.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ તા.22 સૌરાષ્ટ્ર માં ભીમ અગિયારસ ના તહેવારથી જુગારની મોસમ શરુ થતી હોવાની વર્ષો જૂની માન્યતા હોય જેથી શેરમાં અલગ અલગ સ્થળોએ ભીમ અગિયારસ નું મૂહર્ત સાચવવા જુગાર રમતો 10 મહિલા સહીત 42 શખ્સોને પોલીસે દબોચી લઇ રૂ.1.17 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

આ અંગેની વિગત એવી છેકે પ્રથમ દરોડોમાં કુવાડવા પોલીસે મધરવાડા ગામે ભીમ અગિયારસ નીમીતે જુગાર રમતા પારસ મનસુખ પટકીયા, પ્રકાશ સવજી સાપરા દળ સુખ રાઘવ મેર, શેબષ રઘુ કોળિયા, દેવરાજ લાધા બાવળીયા, કેતન લક્ષ્મણ બાવળિયા, ભુપત ભલા ખસિયા, નરૂ નારણ ધરજીયા સહીત નવ શખ્સોની અગિયારસ પર ધરપકડ કરી રૂ.56900 ની રોકડ કબ્જે કરી છે.

બીજા દરોડોમાં થોરાળા પોલીસ ગોકુલનગર આવાસ યોજના ક્વાટરે તીનપતીનો જુગાર રમતા સાગર કેશુ વડાયા, સુર વીનું પડાયા, દરસુખ ખોડા, બારેય, મયુર ભરત મકવાણા, રાજી પાચા સોરાણી, વીનું પોપટ રાઠોડ,આશિષ પ્રવીણ નાકિયા પ્રકાસ જગદીશ સરવૈયા સહીત આઠ શખ્સોની ધરપકડ કરી રોકડ રૂ.21960 કબજે કર્યો છે.

જયારે ત્રીજા દરોડોમાં તાલુકા પોલીસે રાધેશ્યામ ગોશાળા પાસે આવેલા ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ માં જુગાર રમતી ચહિકા કાનજી બારોટ, ચંદીકા હિય વિસાણી, મીના આનદ બભોરા, જેસતા ગોવિંદ ડાભી વર્ષા પ્રફુલ દેસાઈ, માનસી લાલજી મારર્વીયા, અજના મિતેષ ભાલોડી, હીના જયદેવ ચુડાસમા, સગીત રાજેશ વેકરીયા અને દેવેન્દ્રશિંહ યુવરાજસિંહ જાડેજા સહીત 10 શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી રોકડ રૂ.11100 કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read About Weather here

જયારે અન્ય એક દરોડામાં તાલુકા પોલીસે 150 ફૂટ રીંગરોડ પર ફોર્ચયુંન હોટલ પાછળ આવેલ સરસ્વતી નગરમાં 5 શખ્સોને જાહેરમાં જુગાર રમતા દબોચી લઇ રોકડ રૂ.11350 કબજે કર્યા છે જયારે બી.ડીવીઝન પોલીસે પેડકરોડ પર આવેલી આવાસયોજના ક્વાર્ટરમાં જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને દબોચી લઇ રોકડ રૂ.11410 કબજે કર્યા છે જયારે ભક્તિનગર પોલીસે નારાયણ નગર શેરી ન.૧૦ માં જાહેરમાં તીન પતિનો જુગાર રમતા 6 શખ્સોને દબોચી લઇ રૂ.5200 ની રોકડ કબજે કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here