ભીડ ભર્યા મેળાવડા ઘાતક પુરવાર થશે

ભીડ ભર્યા મેળાવડા ઘાતક પુરવાર થશે
ભીડ ભર્યા મેળાવડા ઘાતક પુરવાર થશે

રેલીમાં કોરોના કોઈને થાય તો જવાબદાર કોણ?
ભાજપની બેધારી તલવાર જેવી નીતિને વખોડી કાઢતા કોંગ્રેસ આગેવાન: સરકારને કોરોના કાળમાં તાયફા બંધ કરવા કોંગ્રેસનું આહ્વાન
રાજકોટ, તા.31: આજની ભાજપની રેલીમાં કોરોના કોઈને થાય તો જવાબદાર કોણ? તેવો સવાલ શહેર કોંગ્રેસ સમિતિ ફરિયાદ સેલના ચેરમેન આશિષસિંહ વાઢેરએ કર્યો છે. વધુમાં જણાવ્યું છે કે, રેલીમાં સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનું પાલન નથી કરાયું અને નેતાઓ પણ માસ્ક વગર દેખાયા હતા તો શું પોલીસ આવા લોકો સામે કાર્યવાહી કરશે ખરા? તેમ શહેર કોંગ્રેસ ફરિયાદ સેલ ચેરમેન આશિષસિંહ વાઢેરની યાદીમાં જણાવ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ આગેવાન અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર ભારે પ્રહારો કરતા એવી તીખી ટકોર કરી હતી કે, રાત્રીનાં કર્ફ્યું અને દિવસે મેળાવડા યોજવાની ભાજપ સરકારની બેધારી નીતિ ગુજરાત માટે ઘાતક પુરવાર થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે સ્પષ્ટ ટકોર કરી હતી કે, ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ યોજવાના પ્રયાસો કોરોનાનાં ત્રીજા મોજાને વિકરાળ બનાવી શકે છે.મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આત્મ પ્રસિધ્ધિ માટેનાં ઉત્સવો યોજીને ભાજપ સરકાર લોકોને કોરોનાની આગમાં હોમવાનું કામ કરી રહી છે.

સરકારે આ બધું બંધ કરવું જોઈએ. કોંગ્રેસ અગ્રણીએ દર્શાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં જ કોરોનાનાં કેસોમાં 80 ટકા જેવો વધારો થયો છે. કોરોનાને રોકવાને બદલે ભાજપ સરકાર નદી ઉત્સવ, સુશાસન સપ્તાહ જેવા ઉત્સવો યોજીને કોરોનાનાં કેસો વધારવાનું જ કામ કરી રહી છે.

મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે, ખૂદ ભાજપ સરકારનાં મંત્રીઓ અને પ્રદેશ પ્રમુખ કોરોનાનાં સુપર સ્પ્રેડર બની રહ્યા છે. સરકારે આવા તાયફા હવે બંધ કરવા જોઈએ. રાજ્ય સરકાર અને ભાજપ જાતે જ સુપર સ્પ્રેડરની ભૂમિકા ભજવી રહ્યા છે.

Read About Weather here

કોરોનાથી પ્રજાને બચાવવાની જવાબદારી સરકારે નિભાવવી જોઈએ.યુરોપ અને અમેરિકામાં તો બુસ્ટર ડોઝ આપવાનું પણ ચાલુ થઇ ગયું છે. જયારે આપણે હજુ વેક્સિનેશન લક્ષ્ય પણ પૂરું કરી શક્યા નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here