ભાવનગરમાં કારગીલ યુધ્ધના હીરોના પિતાને બેઘર કરવા ભૂમાફિયાના પ્રપંચો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પાકિસ્તાન સામેના ભયાનક કારગીલ યુધ્ધ અને ઓપરેશન પરાક્રમ દરમ્યાન સરહદ પર રહી દેશની અનન્ય સેવા કરનાર ભારતીય નૌકાદળના એક નિવૃત અધિકારીની લડાઈનો જાણે કે અંત આવ્યો નથી. એવું લાગે છે. નૌકાદળનાં આ નિવૃત અફસરને ઘરઆંગણે વડીલોની મિલ્કત બચાવવા એક નવો જંગ ખેલવાનો વારો આવ્યો છે. એટલે ભૂમાફિયા સામે તેઓ એકલા હાથે ટક્કર લઇ રહ્યા છે. અધિકારીએ ભાવનગરમાં પોતાના વડવાઓનાં સમયનાં મકાનમાં ભાડે રહેતા પોતાના 80 વર્ષનાં પિતાને ભૂમાફિયાઓ ધાકધમકી આપી રહ્યાની અને મકાન પચાવી પાડવા કારસા કરી રહ્યાની ભાવનગરનાં પોલીસવડાને લેખિત ફરિયાદ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતીય નૌકાદળનાં નિવૃત નોન કમીશન્ડ ઓફિસર મનન ભટ્ટના પિતા ભાવનગર રહે છે. મનન ભટ્ટ રાજકોટમાં રહે છે અને એક બેંકમાં સેવા આપી રહ્યા છે.

 મનન ભટ્ટે જણાવ્યું હતું કે, મેં કારગીલ યુધ્ધ અને ઓપરેશન પરાક્રમમાં સરહદ પર દુશ્મનો સામે લડાઈ લડી હતી. હવે વતનમાં પણ લડાઈ લડવાનો સમય આવ્યો છે. મારા પિતાને મકાન ખાલી કરી દેવા ધમકીઓ અપાઈ છે એ રીતે મને પણ ભૂમાફિયાઓ દ્વારા ફોન પર અને સોશિયલ મીડિયા પર ધાકધમકીઓ આપવામાં આવી રહી છે.

આ અધિકારીએ ભાવનગરનાં એસપીને આપેલી અરજીના દર્શાવ્યું છે કે, મારા વડીલો ભાવનગરમાં જેલ રોડ પર વાલીયાની ચાલમાં વસતા હતા. જ્યાં મારા 80 વર્ષીય પિતા રહે છે. હમણાં ભૂમાફિયાઓએ મારા પિતાના મકાનની બંને તરફના મકાનો ગેરકાયદા રીતે તોડી નાખ્યા છે. જેના કારણે મારા મકાનની છતને પણ નુકશાન થયું છે. આ ઈમારતમાં એમના પિતા 80 વર્ષથી રહે છે.

Read About Weather here

આ નિવૃત અધિકારીએ ભૂમાફિયાઓ સામે એફઆઈઆર દાખલ કરવા અને કડક પગલા લેવા માંગણી કરી છે.  આ ચાલમાં અધિકારીનોપરિવાર છેલ્લા 8 દાયકાથી વસતો આવ્યો છે. હવે ચાલને ખરીદી લેનાર ભૂમાફિયાઓ ચાલના તમામ મકાનો તોડી રહ્યા છે અને અધિકારીના પિતાને પણ મકાન ખાલી કરી ચાલ્યા જવા ધમકી આપી રહ્યા છે. હવે આ ચાલમાં ભટ્ટના પિતા સહિત માત્ર 10 ભાડુઆતો છે. પોલીસે અરજી લીધી છે પણ હજુ એફઆઈઆર દાખલ કરી નથી. અધિકારી પાસેથી જાણવા મળ્યું હતું કે, ભાવનગરનાં એસપી રવીન્દ્ર પટેલે અરજી મળ્યાનું સ્વીકાર્યું છે અને સાથે- સાથે એવી સલાહ આપી છે કે, પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. મિલ્કતના વિવાદના મામલા માટે મનપા અને એવા સંબંધિત સરકારી વિભાગોમાં જવું જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here