ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જૂનાગઢ ટીમ વિજેતા

ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જૂનાગઢ ટીમ વિજેતા
ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જૂનાગઢ ટીમ વિજેતા

પોરબંદર જિલ્લા કલેકટર, ડો. સુરેશ ગાંધી તથા ઉદ્યોગપતિ કરસન સલેટ દ્વારા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરાયા

દેશભરમાં વિવિધ રાજ્યોમાં મોટી સંખ્યામાં શાખા ધરાવતી સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા અનેક સેવાકીય અને ભારતીય સંસ્કૃતિના સાથે જોડાયેલ લોક ઉપયોગી કાર્યક્રમ તથા સામાજિક કાર્યો કરવામાં આવે છે. ત્યારે ભારત વિકાસ પરિષદના પરિવારના સભ્યોમાં આત્મીયતા કેળવાય તેના ભાગરૂપે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા તેની ક્રિકેટ ટુર્નામેન્ટ 2023નું આયોજન કરાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં આઠ ટીમ વચ્ચે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના યજમાન પદે પોરબંદરમાં આવેલ સાંદિપની આશ્રમ ખાતે યોજાયો હતો અને જૂનાગઢની ટીમ આ મેચમાં વિજય બની હતી.સોમનાથ કચ્છ તથા રાજકોટ વિભાગની મળી 36 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને ડિસેમ્બર 2022 માં આઠ કીમો વિજેતા થઈ હતી આ આઠ ટીમની કવાટરફાઈનલ મેચ પોરબંદરમાં વિશ્ર્વ પ્રસિદ્ધ ભગવત કથાકાર ભાઈ રમેશભાઈ ઓઝા દ્વારા સંચાલિત હરિ મંદિર સાંદિપની આશ્રમ ખાતે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના યજમાન પદે યોજાય હતી.

પોરબંદરના જિલ્લા કલેકટર અશોક શર્મા તથા પોરબંદરના જાણીતા તબીબ સુરેશ ગાંધી તથા ઉદ્યોગપતિ કરશનભાઈ સલેટ દ્વારા દીપ પ્રાગટય કરી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો મેચમાં ભાગ લેનાર આઠ ટીમમાં રાજકોટની આનંદનગર તથા મવડી શાખા, ધોરાજી જૂનાગઢ સોમનાથ, વર્ષામેડી કચ્છ, કેશોદ પોરબંદર વચ્ચે સવારે 7 કલાકથી યોજાઈ હતી.

Read About Weather here

પોરબંદરમાં ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 માં સાંદીપની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર અશોક શર્માએ હાથમાં બેટ લઈ દડાને ફટકાર્યો હતો અને બોલિંગ પણ કરી હતી જ્યારે જાણીતા તબિબ સુરેશ ગાંધી તથા ઉદ્યોગપતિ કરસન સલેટ તથા ભારત વિકાસ પરિષદ શાખાના હોદ્દેદારોએ પણ પીચ પર ક્રિકેટ રમી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here