ભારતમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય છે: વડાપ્રધાન

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ

વિશ્ર્વ ઈકોનોમિક ફોરમને વિડીયો સંબોધન કરતા મોદી: દેશના સાંસ્કૃતિક અને ભાષાકીય વૈવિધ્યને ભારત સહિત સમગ્ર વિશ્ર્વ માટે શક્તિનો સ્ત્રોત ગણાવતા વડાપ્રધાન, કોરોના સામે લડત છતાં અર્થતંત્રનો વિકાસ યથાવત

દાઓસમાં યોજાયેલી વિશ્ર્વ ઇકોનોમિક ફોરમની ખાસ પરિષદને વિડીયો સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં રોકાણ કરવા માટે વિશ્ર્વભરનાં સાહસિકોને આહ્વાન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતમાં મૂડીરોકાણ કરવા માટે અત્યારે શ્રેષ્ઠ સમય છે. ભારતે કોર્પોરેટ વેરાનાં માળખામાં સુધારો કર્યો છે અને પાછોતરા વેરાનાં માળખાને દૂર કરવા સહિતનાં સુધારાત્મક પગલા લીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ભારતની સાંસ્કૃતિક અને ભાષાકીય વૈવિધ્યનાં હવામાનની સ્થિતિ માત્ર ભારત માટે નહીં પણ સમગ્ર વિશ્ર્વ માટે શક્તિનો સ્ત્રોત છે. ભારત અત્યારે વિશ્ર્વભરમાં દવાઓ અને કોવિડ વેક્સિન મોકલીને અસંખ્ય જીવન બચાવી રહ્યું છે.

તેમણે ભારતમાં રોકાણ કરવા માટે વિશ્ર્વને જોરદાર હાંકલ કરતા જણાવ્યું હતું કે, વિશ્ર્વમાં યુનિકોર્નની ત્રીજા ક્રમની સૌથી વધુ સંખ્યા ધરાવતો દેશ ભારત છે. માત્ર 6 માસમાં 10 હજાર સ્ટાર્ટ-અપ યુનિટની નોંધણી થઇ ચૂકી છે. સરકારની દખલ બિલકુલ નહીવત કરીને ભારતમાં બિઝનેસ કરવાનું આસાન બનાવવામાં આવ્યું છે. કોર્પોરેટ વેરાનાં દર અને માળખાને ઘટાડીને સરળ બનાવવામાં આવ્યા છે. સાહસિકતાની ભાવનાને કારણે ભારતીયો નવી ટેકનોલોજીને તુરંત આત્મસાત કરી લેવાની ક્ષમતા ધરાવે છે. જેનાથી ભારતમાં આવતા વૈશ્ર્વિક ધંધાકીય ભાગીદારોને પણ નવી ઉર્જા મળે છે. એટલે જ અત્યારે ભારતમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય છે.

Read About Weather here

તેમણે કહ્યું હતું કે, વાયુ પ્રદુષણ જેવા ઘણા પડકારો સામે છે. જેની સામે વિશ્ર્વનાં દેશોએ સામુદાયિક અને એક સુત્રિય પગલા લેવાની જરૂર છે. જેથી કરીને પુરવઠાની હેરફેરમાં વિઘ્ન દૂર કરી શકાય, ફુગાવો ઘટે. મોદીએ ઉમેર્યું હતું કે કોરોનાનાં વધુ એક નવા વેવ સામે દેશ સાવધાની અને સતર્કતા સાથે લડત આપી રહ્યો છે અને સાથે-સાથે આર્થિક વિકાસ પણ સાધી રહ્યો છે. એ કારણે જ એક વર્ષમાં 160 કરોડ વેક્સિન ડોઝ આપી શકાયા છે. ભારતની શક્તિશાળી લોકશાહીએ સમગ્ર વિશ્ર્વને આશાનો પુષ્પગુચ્છ અર્પણ કર્યો છે અને આ એક સુંદર ભેટ છે. જેનાથી 21 મી સદીમાં ટેકનોલોજીનો વિકાસ થશે, ભારતીયોની ક્ષમતા અને કૌશલ્ય તથા સામાજીક વૈવિધ્યએ વિશ્ર્વ આખા માટે શક્તિનો ધોધ પ્રદાન કરે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here