ભારતમાં કોરોનાથી 50 લાખનાં મોત

ભારતમાં કોરોનાથી 50 લાખનાં મોત
ભારતમાં કોરોનાથી 50 લાખનાં મોત

અમેરિકી અભ્યાસમાં સનસનીખેજ દાવો
દુનિયાભરમાં કોરોના સંક્રમણના મામલામાં ભારત બીજા સ્થાને અને સંક્રમિતોના મોતનાં મામલે ત્રીજા સ્થાને છે, વિશ્ર્વભરમાં કોરોનાથી સંક્રમણ અને મોતના મામલામાં અમેરિકા પ્રથમ સ્થાને

અમેરિકી અભ્યાસમાં જણાવાયુ છે કે ભારતમાં જાન્યુઆરી 2020થી જૂન 2021 વચ્ચે કોવિડ-19થી લગભગ 50 લાખ લોકોના મૃત્યુ થયા છે. જેના કારણે તે વિભાજન અને સ્વતંત્રતા બાદ દેશની સૌથી મોટી માનવીય આફત બની છે.

Subscribe Saurashtra Kranti here

તો બીજી તરફ કોરોના વાયરસનો ડેલ્ટા વેરીયન્ટ દુનિયાભરમાં ચિંતાની નવી લહેર પેદા કરી રહ્યો છે. વલ્ડોમીટરના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3 કરોડ 12 લાખથી વધુ છે.

જ્યારે કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં 4 લાખ 18 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન એક અમેરિકી અભ્યાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોનાથી 34 થી 49 લાખ લોકોના મોત થયા છે.

આ સંખ્યા ભારત સરકારના આંકડાથી 10 ગણી વધુ છે. રીપોર્ટને તૈયાર કરનારામાં 4 વર્ષ પીએમના મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલા અરવિંદ સુબ્રમણ્યમ પણ સામેલ છે.

વોશિંગ્ટનના અભ્યાસ સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ તરફથી જારી રીપોર્ટમાં સરકારી આંકડા, આંતરરાષ્ટ્રીય અનુમાનો, સરોલોજીકલ રીપોર્ટ અને ઘરોમાં થયેલા સર્વેને આધાર બનાવવામાં આવેલ છે.

અરવિંદ સુબ્રમણ્યમ, અભિષેક આનંદ અને જસ્ટીશ સેન્ડફરએ દાવો કર્યો છે કે મૃતકોનો વાસ્તવિક આંકડો કેટલાક હજાર કે લાખ નહિ પણ 10 લાખથી પણ વધુ છે.
સેન્ટર ફોર ગ્લોબલ ડેવલ્પમેન્ટે રીપોર્ટમાં ભારતમાં મોતના અનુમાનોની 3 રૂપરેખા તૈયાર કરી છે.

એ બધા ભારતમાં મોતના સત્તાવાર આંકડા 4 લાખથી 10 ગણા વધારે હોવા તરફ ઈશારો કરે છે. સાત રાજ્યોથી જ 34 લાખ લોકોના મોત થયાનું જણાય છે.

રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રથમ લહેર અનુમાનથી વધુ ઘાતક હતી. બીજી લહેરમાં હજારો લોકો ઓકિસજન, બેડ અને રસીની અછતથી માર્યા ગયા છે.

પરંતુ માર્ચ 2020થી ફેબ્રુઆરી 2021 દરમિયાન મહામારીની પ્રથમ લહેરના આંકડાને વાસ્તવિક સમયમાં ભેગા કરવામાં નથી આવ્યા. સંભવ છે કે આ દરમિયાન માર્યા ગયેલા લોકોની સંખ્યા બીજી લહેર જેટલી જ ભયાનક હોય.

આજે દેશમાં માત્ર 7 ટકા વસ્તીને જ સંપૂર્ણ રસી લાગી છે. ભારતીય વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે ભારતમાં ત્રીજી લહેર આવી શકે છે.

Read About Weather here

દુનિયાભરમાં કોરોના સંક્રમણના મામલામાં ભારત બીજા સ્થાને અને સંક્રમિતોના મોતના મામલે ત્રીજા સ્થાને છે. વિશ્વભરમાં કોરોનાથી સંક્રમણ અને મોતના મામલામાં અમેરિકા પ્રથમ સ્થાને છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here