ભારતની વેક્સિન ગ્લોબલ બની: 96 દેશોએ ભારતના કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટને માન્યતા આપી

ભારતની વેક્સિન ગ્લોબલ બની: 96 દેશોએ ભારતના કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટને માન્યતા આપી
ભારતની વેક્સિન ગ્લોબલ બની: 96 દેશોએ ભારતના કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટને માન્યતા આપી

આ સાથે સરકાર વિશ્વના અન્ય દેશો સાથે પણ વિશ્વના સૌથી મોટા કોવિડ-19 વેક્સિનેશન પ્રોગ્રામને લગતા લાભાર્થીઓની સ્વીકૃતિ તથા માન્યતા અપાવવા માટે સતત સંપર્ક કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

વિશ્વભરમાં અમેરિકા, UK,કેનેડા, ફ્રાંસ, જર્મની, બેલ્જિયમ સહિત વિશ્વભરના 96 દેશોએ કોવિડ-19 વેક્સિનેશન સર્ટીફિકેટ ભારત સાથે પરસ્પર માન્યતા આપવા માટે સહમતિ દર્શાવી છે.

જેથી શિક્ષણ, કારોબાર તથા પર્યટનના ઉદ્દેશથી પ્રવાસ કરવાનું સરળ બનાવી શકાય, તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

આ સાથે સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 109 કરોડથી વધારે વેક્સિન આપી દેવામાં આવી છે. બીજી બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ અત્યાર સુધીમાં 8 વેક્સિનને EUL (ઈમર્જન્સી યુઝ લિસ્ટ)માં સામેલ કરી છે. આ પૈકી બે વેક્સિન કોવેક્સિન તથા કોવિશીલ્ડ ભારતીય વેક્સિનનો સમાવેશ થાય છે.

વર્તમાન સમયમાં 96 જેટલા દેશો વેક્સિનેશન સર્ટીફિકેટની પરસ્પરની માન્યતા આપવા તથા જેઓ કોવિશિલ્ડ/WHO માન્યતા ધરાવતા/રાષ્ટ્રીય મંજૂરી ધરાવતી કોવિડ વેક્સિન મારફતે સંપૂર્ણપણે વેક્સિનેટ થયેલા પ્રવાસીઓના ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટને માન્યતા આપી છે.

આ સાથે 20 ઓક્ટોબર,2021ના રોજ ઈન્ટરનેશનલ એરીવલ્સ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા પ્રમાણે આ દેશોમાંથી પ્રવાસ ખેડી આવનાર વ્યક્તિઓને પણ કેટલીક છૂટછાટ આપવામાં આવી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી પ્રમાણે જેઓ વિદેશમાં પ્રવાસ કરવા ઈચ્છતા હોય તેઓ CoWIN પોર્ટલ પરથી ઈન્ટરનેશનલ ટ્રાવેલ વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે, તેમ મંત્રાલયે જણાવ્યુ હતું.

 જે 96 દેશોએ ભારતના વેક્સિન સર્ટિફિકેટને માન્યતા આપી છે આ ઉપરાંત ગુયાના, એન્ટીગુયા અને બરમુડા, મેક્સિકો, પનામા, કોસ્ટા રિકા, નિકારાગુઆ, અર્જેન્ટીના, ઉરુગ્વે,પેરાગ્વે, કોલમ્બિયા, ત્રિનિદાદ, તોબાગો, કોમનવેસ્થ ઓફ ડોમિનિકા, ગ્વાટેમાલા,

અલ સાલ્વાડોર,હોન્ડુરાસ, ડોમિનિકન રિપબ્લિક, હૈતી, નેપાળ, ઈરાન, લેબેનોન, સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન, સિરીયા, દક્ષિણ સુદાન, ટ્યુનિસિયા, સુદાન, ઈજિપ્ત, ઓસ્ટ્રેલિયા, મોંગોલિયા, અને ફિલિપાઈન્સ જેવા દેશોનો સમાવેશ થાય છે.

 તેમાં કેનેડા, US, UK, ફ્રાંસ, બેલ્જિયમ, આયર્લેન્ડ, નેધર્લેન્ડ, સ્પેન, બાંગ્લાદેશ, માલી, ઘાના, સિએરા લિયોન,અંગોલા, બેનિન, ચાડ, હંગેરી, સર્બિયા, પોલેન્ડ, સ્લોવાક રિપબ્લિક, સ્લોવેનિયા, ક્રોએટીયા, બલ્ગેરિયા, તુર્કી, ગ્રીસ,

ફિનલેન્ડ, ઈસ્ટોનિયા, રોમાનિયા, મોલવોડા, અલ્બાનિયા, ચેક પબ્લિક, સ્વિત્ઝર્લેન્ડ, લિક્ટેનસ્ટેઈન, સ્વિડન, ઓસ્ટ્રીયા, મોન્ટેનેગ્રો, અને આઈસલેન્ડ, એસ્વાટિની, રવાન્ડા,ઝીમ્બામ્વે, યુગાન્ડા, માલાવી, બોત્સવાના, નામિબિયા,

Read About Weather here

કિર્ગીઝ રિપબ્લિક, બેલારુસ, અરમેનિયા, યુક્રેઈન, અઝરબેઝાન, કઝાખસ્તાન, રશિયા, જ્યોર્જિયા, એન્ડોરા, કુવૈત, ઓમાન, UAE, બહરીન, કતાર, માલદિવ્સ, કોમોરોસ, શ્રીલંકા, મૌરિશીયસ, પેરુ, જમૈકા, બહામાસ, અને બ્રાઝીલનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here