ભાદર નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવતું ટેન્કર ઝડપાયું

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પર્યાવરણ  નિયંત્રણ બોર્ડના કર્મચારી એ ફરિયાદ નોંધાવતા પોલીસ ટેન્કર ચાલક, માલિક અને કારખાને દાર સામે ગુનો નોંધ્યો

જેતપુર પાસે ભાદર નદીમાં ટેન્કર દ્વારા કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી ઠાલવતાં ટેન્કરને પોલીસ કબજે કરી ટેન્કર ચાલક માલિક અને કારખાને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ જેતપુરમાં જુનાગઢ રોડપર આવેલા શાંતિનગર માં રહેતા અને પર્યાવરણ નિયંત્રણ વોર્ડ માં નોકરી કરતાં સંતોષ કુમાર કાંતિલાલ સુતરીયા (ઉ. વ.29) નામના કર્મચારીએ જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં ટેન્કર નંબર જીજે-2 જેડ 3303 નો ચાલક તથા ટેન્કરનો માલિક તથા ટેન્કર માં કેમિકલ યુક્ત પ્રવાહી ભરી મોકલનાર તથા કારખાનામાં આવું કેમિકલ યુક્ત પાણી ઠાલવી દેવાની સગવડ કરનાર સહિતના સખસો સામે ફરિયાદ નોંધાવી છે.

કર્મચારી એ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ તથા નિવારણ અને નિયંત્રણ અધિનિયમ હેઠડ ઉપરોક્ત ટેન્કર નંબર જીજે-2-જેડ 3303 ના ચાલક તથા ટેન્કરના માલિક તથા આ ટેન્કરમાં આવું જેરી કૅમિકલ યુક્ત પાણી કેમિકલ પ્રોસેસ કર્યા વગર ભરી મોકલનાર અને આ કારખાના માં આવું કેમિકલ યુક્ત પાણી ઠાલવી દેવાની અગવડ કરી આપનાર

ઈસમાં એ ભાદર નદીમાં આવું જેરી કૅમિકલ યુક્ત પાણી ઠાલવી બેદરકારી ભર્યું કૃત્ય કરી જલાશય ગંદુ કરી જે કેમિકલ મુક્ત પાણી જમીનમાં ઉતરવાખ આજુબાજુના માણસોને સ્કીન કેન્સર જેવા ગંભીર રોગ થવાથી તેમજ સંપર્કમાં આપવાથી મરણ થઈ સકે

તેમજ આમ જાનતાની જિંદગીને હાનિ પૉહોંચે તેવું કૃત્ય કરી તેમજ પર્યાવરણ તથા પાણીને ગંભીર રીતે પ્રદૂષિત કરી સરકારના માં ધારાધોરણો મુજબ કેમિકલ યુક્ત પાણીમાં યોગ્ય નિકાલ નહીં કરી ટેન્કર ચાલક ટેન્કર મૂકી નાસી જઈ

Read About Weather here

તેમજ અન્ય આરોપીઓએ સાથેમડિ ગુનો કરી એકબીજાને મદદકરી ગુનો કરતાં ફરિયાદ નોંધાય છે. બનાવના પગલે જેતપુર તાલુકા પોલીસના પી. એસ.આઈ પીજે. બાંટવા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.     

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here