ભરવાડ પરિવાર પર 22 શખ્સોનો હુમલો

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

ગોંડલના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ગોકુળિયાપરામાં ભરવાડ પરિવાર પર થયેલા હુમલામાં ચાર મહિલા સહિત આઠને ઇજા પહોંચી હતી. આ મામલે ભરવાડ યુવાનની ફરિયાદ પરથી પોલીસે 22 શખસો સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જ્યારે સામાપક્ષે નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ત્રણ શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

રાહુલભાઇ ભીમાભાઇ ડાંગર (ઉ.વ.22)(રહેમ ગોકુળીયાપર,ઉમવાડા રોડ ગોંડલ) દ્વારા ગોંડલ સીટી પોલીસ મથકના નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોકળિયા પરામાં જ રહેતા દીવ્યેશ બાબુ ગોલતર, સાગર વજા ગોલતર, કાળુ ભીખા ગોલતર, વજા દેવા ગોલતર,લક્ષમણ ઉર્ફે લીકા વજા ગોલતર,રાજુ વજા ગોલતર,મોમ ગોગન ગોલતર,જયેશ મોમ ગોલતર, પ્રીયક બાબુ ગોલતર, બાબુ ભીખા ગોલતર, ગોબર ખેગાર ગોલતર,હરી પેથા ગોલતર ,પુના ગોગન ગોલતર, હરેશ ગોગન ગોલતર, દીનેશ મોમ ગોલતર,અશોક રામા ગોલતર,બાબુ થોભણ ગોલતર,મુન્ના વીધા ગોલતર, હીરા વીધા ગોલતર,સજય મોમ ગોલતર,ગોવીદ ભીખા ગોલતર અને કાળુ ધેલા ગોલતરના નામ આપ્યા છે.

Subscribe Saurashtra Kranti here

ભરવાડ યુવાન એક ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના કાકાની દીકરીને આરોપી સંજય સાથે પ્રેમસંબંધ હોય જે બાબતે બંનેના પરિવાર વચ્ચે બોલાચાલી થઇ હતી તેમજ બે દિવસ અગાઉ ફરિયાદીના કાકાને આરોપી વજા સાથે નિરણની ગાંસડી અડી જતા બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી આરોપીઓએ લાકડી લોખંડના પાઇપ ધારીયા સહિતના હથિયારો સાથે ધસી આવી ફરિયાદીના ભાઈ કેતન કે જેઓ પોતાની કેબીનની બેઠા હોય ત્યાં જઈ લાકડી અને પાઇપ વડે તેને માર માર્યો હતો

અને પગમાં ફ્રેકચર કરી દીધું હતું. બાદમાં ઘર પાસે આવી વિરૂબેન સાથે ઝપાઝપી કરી હતી. ત્યારબાદ ઘરમાં ઘૂસી મણીબેનને અને ભીમાભાઈને લાકડી વડે ઢીકાપાટુનો મારમાર્યો હતો તથા અજય મધુબેનને પણ માર માર્યો હતો તેમજ હરિએ છુટા પથ્થરનો ઘા કર્યા હતા. બાદમાં ઘરમાંથી બહાર નીકળી છૂટી ઈંટોના ઘા કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં ચાર મહિલા સહિત આઠને ઇજા પહોંચી હતી આ મામલે પોલીસે ભરવાડ યુવાનની ફરિયાદ પરથી આરોપીઓ સામે આઈપીસીની કલમ 143, 147,148, 149,323,324 325, 504, 506( 2),452 ,337 અને 354 હેઠળ ગુનો નોંધ્યો છે.

Read About Weather here

સામા પક્ષે રાજુભાઈ ગોલતર(ઉ.વ 25) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુન્ના ભૂસાભાઈ ડાંગર, રધા ઘુસા, ભીમા ડાંગરનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી મુન્નાના ભત્રીજા રાહુલની કૅબિનમાં માથાકૂટ ચાલતી હોય જેથી આરોપીઓને એમ થયું કે ફરિયાદીએ માથાકૂટ કરી છે જેનો ખાર રાખી ત્રણેય આરોપીઓએ ગાળો આપી છુટા પથ્થરોના ઘા કર્યા હતા.આ અંગે પોલીસે આઈપીસીની કલમ 324 337 504 મુજબ ગુનો નોંધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here